સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

જેતપુરમાં સ્વરોજગારી માટે બહેનોને પીંક રિક્ષા અર્પણ

જેતુપર તા.૧૩ : ગુજરાત અર્બન લાંબવલી હુડ મીશન...અંતર્ગત પાલીકાના એનયુએલ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરમાં વસતી બહેનો સ્વરોજગારી કરી શકે તે માટે અનેક પ્રોજેકટો ચલાવવામાં આવે છે.

જેમાં હાલ સીટીમીશન મેનેજર આનંદીબેન મીરા, ચીફ ઓફીસર ભરતભાઇ વ્યાસ દ્વારા શહેરની ૧૦ બહેનોને સ્વરોજગારી માટે રીક્ષા ચલાવવાનો પ્રોજેકટ હાથ ધરી તમામ બહેનોને પાલીકાએ રીક્ષા ચલાવવાનું શીખડાવમાં આવેલ બાદ તેનુ઼ ડ્રાઇીંગ લાયસન્સ કમ્પ્લીકટ કરાવી અતુલ શકિત રીક્ષાના હસયોગથી કાલે કુલ પાંચ પીંક રીક્ષાઓ સબસીડીવાળી યુનિયન બેંકની લોન કરાવી ત્રણ ગુડઝ રીક્ષા અને ર પેસેન્જર રીક્ષાઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે પાલીકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, ઉપપ્રમુખ અનીલભાઇ કાછડીયા, ચીફ ઓફીસર ભરતભાઇ વ્યાસ, આનંદોબન મીશ્રા, રાજુભાઇ ઉસાડીયા, ઉમેશભાઇ પાદરીયા, સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

રીક્ષા મેળવનાર બહેનોમાં રમાબેન સોંદરવા હાલ કાપડ, ધાબળા વિગેરેની ફેરી કરે છે. માધવીબેન દેલવાણીયા ગરમ મસાલાનું વેચાણ કરે છે. જયશ્રીબેન દવેરા જેઓ ફીનાઇલ લીકવીડનું વેચાણ કરે છેતેમને ગુડઝ રીક્ષા અને કાજલબેન ગુજરાતી, ભાનુબેન દવેરાને પેસેન્જર રીક્ષા આપવામાં આવેલ  હજુ ૪ રીક્ષા આપવામાં આવશે જેની કાર્યવાહી ચાલુ છે.

(12:56 pm IST)