સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

જસદણના ભડલી ગામે ઉદય ખાચર પર લાકડીથી હુમલો : ૪ સામે ફરીયાદ

રાજકોટ, તા. ૧૩ :  જસદણના ભડલી ગામે છોકરાની તકરારમાં કાઠી યુવાન પર ૪ શખ્સોએ હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ જસદણના ભડલી ગામે રહેતા ઉદય મનુભાઇ ખાચર પર તે જ ગામના ક્રિશન લાખા ભરવાડએ લાકડીથી હુમલો કરી નાકમાં ઇજા કરી હતી તેમજ તેની સાથેના મનીષ ઉર્ફે મહિલો લાખા ભરવાડ, જયેશ લાખા ભરવાડ તથા લાખા ભૂપત ભરવાડએ ઢીકાપાટુનો માર માર્યો હતો. છોકરાની તકરારમાં આ મારામારી થયાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે ઉદય ખાચરએ ઉકત ચારેય શખ્સો સામે ફરીયાદ કરતા જસદણના જમાદાર જેન્તીભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)