સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

જામનગરમાં સલાહકાર સમિતિના સભ્યોની બેઠક કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

પીસી એન્ડ પીએનડીટી એકટ અન્વયે

જામનગર તા. ૧૩ : જિલ્લા કલેકટર કચેરીનાં સભા ખંડમાં જિલ્લા કલેકટરશ્રી રવિશંકરનાં અધ્યક્ષ સ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અન્વયે સલાહકાર સમિતિના સભ્યોની બેઠક કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં કલીનીક વેરીફિકેશન, કલીનીક રજીસ્ટ્રેશન રદ કરવા, નવું રજીસ્ટ્રેશન કરવા, એકશન ટેકન રિપોર્ટ વગેરે વિશે ચર્ચા કરવામાં આવેલ હતી. કલેકટર રવિશંકર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવેલ હતા. જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી(પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા ગત મિટીંગના અહેવાલનું વાંચન અને એકશન ટેકન અંગે જાણકારી આપવામાં આવેલ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.જે. પંડ્યા તેમજ સલાહકાર સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)