સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ઉનાના ગાંગડામાં તીનપતી જુગાર રમતા ૯ શખ્સો ૩પ હજાર રોકડ સાથે ઝડપાયા

ઉના તા.૧૩ : તાલુકાના ગાંગડા ગામે બીએસ ગોહિલે પો. હેડ. કોન્સ નોકરી આર.આર.સેલ જુનાગઢ રેન્જ દ્વારા રેડ કરીને જુગાર રમતા દડુભાઇ કર્ણાભાઇ ગોહિલ દરબાર (ઉ.વ.૪૦) ભરતભાઇ અરજણભાઇ બારીયા (ઉ.વ.૩પ), લખમણભાઇ વિરાભાઇ ગોહિલ, હરેશભાઇ ભગાભાઇ વેગળ, મનુભાઇ રાણાભાઇ ધાપા, છોટુભાઇ બાલુભાઇ હસનાણી, યુનુસભાઇ મુસાભાઇ જેઠવા, રાજુભાઇ નારણભાઇ ગોહીલ, ધુસાભાઇ મેરામણભાઇ સાદુ (ઉ.વ.૬૩)ને પકડી પાડેલ છે રેડ દરમિયાન રોકડા ૩પ૦૦૦ તથા ગંજી પતાના પાના નંગ-પર તથા પાથરણુ મળી કુલ ૩પ૦૦૦ના મુદામાલ સાથે મળી આવતા ગુનો નોંધેલ છે.

(11:36 am IST)