સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

લોધીકા ચાંદલી કેન્દ્રમાં પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક-મોં મીઠા કરાવીને સ્વાગત

લોધીકાઃ ધો.૧૦ અને ધો.૧રની બોર્ડની પરીક્ષા અન્વયે લોધીકાના ચાંદલી ગામે શ્રી કન્યા હાઇસ્કુલના પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, મીઠાઇ સાથે સ્વાગત કરવામાં આવેલ હતું. ચાંદલી પરીક્ષા કેન્દ્ર ખાતે કુલ ર૩પ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહેલ છે. કેન્દ્ર ખાતે પરીક્ષા સુચારૂ રીતે યોજાઇ તે માટે તમાામ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ચાંદલી કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી છગનભાઇ મોરડ, મનસુખભાઇ સરધારા, મગનભાઇ વસોયા, વિપુલભાઇ મોરડ, આચાર્ય નિતાબેન ઠુમર, શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ તનાવ મુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ પ્રથમ વખત પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ખોટો હાઉ ઉભો ન થાય તે માટે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી મોઢુ મીઠુ કરાવવામાં આવેલ હતું.  (તસ્વીરઃ અહેવાલઃ સલીમ વલોરા-લોધીકા)

(11:33 am IST)