સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

જોડિયાના પછાત વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી પુરજોશમાં

જોડિયા, તા. ૧૩ :. પછાત વિસ્તાર મોટાવાસ તરીકે જાણીતો છે. લઘુમતિ વસ્તી હોવાથી અનેક પ્રજાકીય સમસ્યાથી ત્યાંના લોકો પીડાય છે. ખાસ કરીને પીવાનું પાણી મુખ્ય સમસ્યા છે.

મહિલા સરપંચ નયનાબેન વર્માએ પછાત વિસ્તારમાં પાણીને પ્રાથમિકતા આપીને સરકારના જે તે વિભાગમાં રજુઆત પછી તાજેતરમાં તાલુકા પંચાયત દ્વારા ૧૪માં નાણા પંચમાં પાઈપ લાઈન નાખવાની મંજુરી આપવામાં આવી હતી. ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ બાવલા હારૂન નૂત્યારના વિસ્તાર ગણાતા તેની દેખરેખ હેઠળ સમગ્ર મોટાવાસની પ્રજાને ઉનાળા પહેલા પાણી સમસ્યાનો સામનો ન કરવો પડે તે હેતુ આશરે સાડા ચાર હજાર ફુટની નવી પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી પુરજોશથી ચાલી રહી છે.

સવારે તલાટી મંત્રી બી.કે. જાડેજા અને પંચાયત સભ્ય રમેશ ટાંકે સ્થળે જઈ કામગીરી જાતે નિહાળી હતી. તે ઉપરાંત પંચાયત કર્મચારી પાઈપ લાઈન નાખવાની કામગીરી જોડાયેલ છે. તલાટી મંત્રી દ્વારા સ્થળ પર માર્ગદર્શન પણ આપેલ હતું.

(11:32 am IST)