સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ગોંડલ-દેરડી (કુંભાજી)માં બોર્ડના છાત્રોનું સ્વાગત

ગોંડલઃ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તન મન અને ધનથી આખુ વર્ષ મહેનતમાં લાગ્યા હોય પરીક્ષાનની ઘડીએ હાર્ટ બીટ વધતી હોય તે સ્વાભાવિક છે ત્યારે ગોંડલ શહેર અને તાલુકાના દેરડીકુંભાજી ખાતેના મળી કુલ ૨૦ કેન્દ્રો પર આશરે ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવામાં આવનાર છે. વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે પ્રાંત કચેરી મામલતદાર કચેરી અને શાળાકીય વિભાગ કચેરી દ્વારા પણ તકેદારીના પગલા રાખવામાં આવ્યા છે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે. આજે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી સાથી સદસ્યો અને શિક્ષકો દ્વારા આવકારી તિલક કરી મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી (અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય, તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:30 am IST)