સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

જામજોધપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા પોલીયો રસીકરણ

 જામજોધપુરઃ શહેર અને તાલુકાના તમામ ગામો ,વાડી વિસ્તાર નેસ વસ્તારને આવરી લઇ ૦ થી પ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીના ટીપ પીવડાવવાનુ અભિયાનની શરૂઆત જામજોધપુરના યુવા ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાના હસ્તે અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી કરવામાં આવી હતી. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેન કાલરીયા, આગેવાનશ્રીઓ તાલુકા હેલ્થ ઓફીસર ડો.જે.આર.પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડો. ભારતીબેન ધોળકીયા, મેડીકલ ઓફીસર ક્રિષ્નાબેન ખાંટ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડી.બી. અપારનાથી, આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહયા હતા. આ અભિયાન દરમિયાન તાલુકાના ૦ થી પ વર્ષ સુધીના આશરે ૧ર૯૭પ બાળકોને પોલીયોની રસીથી આવરી લેવામાં આવશે.

(11:30 am IST)