સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

પડધરી-લોધીકા તાલુકામાં કુલ ર૭૧ કેસોમાં વિવિધ સહાયઃ તરઘડીમાં ખાસ કેમ્પ

લોકોને વિવિધ સહાય અંગે લાભ લેવા અપીલઃ રૂરલ પ્રાંત દ્વારા કાર્યવાહી...

રાજકોટ, તા. ૧ર : પડધરી અને લોધીકા તાલુકાના કુલ-ર૭૧ કેસોમાં સહાયના હુકમ કરાયા છે. સરકારીની સમાજ સુરક્ષા સંલગ્ન યોજનાઓ જેવી કે વર્ષવંદના યોજના, પાલક માતા-પિતા સહાય યોજના, વિધવા સહાય, સંકટ મોચન સહાય, નિરાધાર વૃધ્ધ સહાય વિેરે યોજનાઓનો ખાસ ઝુંબેશના ભાગરૂપે ઘરે ઘરે જઇ, પ્રાંત અધિકારીશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી તથા મહેસુલી તલાટી મારફત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય મંજુર કરેલ છે. પડધરી તાલુકાના તરઘડી ગામે ખાસ ઝુંબેશના ભાગરૂપે રાત્રિ મુકામ કરી પડધરી તાલુકાના લાભાર્થીઓની સહાય મંજુર કરવમાં આવેલ છે.

આ બાબતે વધુમાં જણાવવાનું કે વય વંદના યોજનામાં બી.પી.એલ. માં ૦ થી ર૦ નો સ્કોર ધરાવતા હોય અને ૬૦ વર્ષની મોટી ઉંમરના વડીલોને માસિક રૂ. પ૦૦/- સહાય મળવા પાત્ર છે. તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નિરાધાર વૃધ્ધોને જેની આવક રૂ. ૪૭,૦૦૦/- થી ઓછી હોય તેવી વૃધ્ધોને માસિક રૂ. પ૦૦/-ની સહાય આપવામાં આવે છે. વિધવા સહાય યોજના અંતર્ગત જેમનો પુત્ર ર૧ વર્ષથી ઓછી ઉંમર ધરાવતો હોય તેવા કિસ્સામાં રૂ. ૧૦૦૦/- પેન્શન સાથે પુનઃ સ્થાપનની તાલીમ આપવામાં આવે છે. પાલક માતા-પિતા યોજના અંતર્ગત અનાથ બાળકો કે જેના માતા-પિતા મૃત્યુ પામેલ હોય, તેઓના વાલીઓને માસિક રૂ. ૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. સાથોસાથ પિતા ગુજરી ગયા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય, તેવા કિસ્સાઓમાં પણ માસિક રૂ. ૩૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. આમ, ઉકત વિગતે સરકારશ્રીની વિવિ સહાય યોજનાઓનો લાભ લેવા માંગતા લાભાર્થીઓને અપીલ કરવમાં આવે છે કે, આ બાબતમાં તેઓ મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકે છે.

(11:29 am IST)