સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટના કેસમાં આરોપી સામે પકડ વોરંટ ઈસ્યુ

જસદણ, તા. ૧૩ : જસદણ આનંદધામ પાર્કમાં રહેતા ફરીયાદી દિલીપભાઈ ગોવિંદભાઈ ચાર્વ આ કામના પટેલ ભીખાભાઈ હરજીભાઈ મોલીયાએ આપેલ રૂ. ૧૫ લાખનો ચેક રીટર્ન થતાં જસદણ કોર્ટમાં ફરીયાદ કરેલ.

આ કેસમાં આરોપી જસદણ કોર્ટમાં હાજર રહેતા ન હોય, સમન્સ - વોરન્ટની બજવણી જસદણ પોલીસ મારફત થવા દેતા ન હતા.

આ કામે એડવોકેટે જસદણ કોર્ટમાં પકડ વોરંટ કાઢવાની અરજી આપતા રાજકોટના ડી.એસ.પી. મારફત પકડ વોરન્ટની બજવણી કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદીના વકીલ તરીકે એન. ડી. રાઠોડ એડવોકેટ તથા વિજય પરમાર વગેરે રોકાયેલા છે.

(11:25 am IST)