સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

પોરબંદરઃ બોટના ડીઝલ ખરીદીના વેટ રીફંડ બીલ કે જમા અંગે તાકીદે નિર્ણયની રજુઆત

પોરબંદર,તા.૧૩: ગુજરાતનાં ફિશીંગ બોટ માલિકોનાં ડીઝલ ખરીદીનાં વેટ રીફંડ બીલો જમા લેવા તાત્કાલીક નિર્ણય કરવા બાબતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ (વેરાવળ) દ્વારા કૃષી મત્સ્યોદ્યોગને રજૂઆત કરી છે.

 ડીઝલ વેટ રીફંડ સહાય ચુકવવા નવા નિયમો અમલી કરવામાં આવેલ છે. જેમા  રાજય માચ્છીમારો દ્વારા વિરોધ કરવામાં આવી રહયો છે. મીટીંગમાં ચર્ચાએ થયા મુજબ આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ સાથે ચર્ચા વિચારણ કરી માચ્છીમારોનાં હિતમાં નિર્ણય લેવા ખાત્રી આપેલ છે. જેને આજે મહિના જેટલો સમય થવા છતાં આજદિન સુધી હજુ કોઈ નિર્ણય આવેલ નથી.

મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માચ્છીમારોનાં ડીઝલ વેટ રીફંડ ખરીદીનાં બીલો મત્સ્યોદ્યોગ કચેરીમાં નવા નિયમો પ્રમાણે સ્વિકારવાનો હઠાગ્રહ રાખવામાં આવી રહયો છે. જેનો માચ્છીમારો સખ્ત વિરોધ દર્શાવી જુના નિયમો મુજબ ડીઝલ ખરીદીનાં તમામ બીલો મત્સ્યોદ્યોગ કચેરીમાં સ્વિકારવા ગુજરાતનાં તમામ માચ્છીમારો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. તે રજુઆતમાં જણાવેલ છે.

(11:25 am IST)