સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

અમરેલી જિલ્લામાં વાહનનો ટેકસ એડવાન્સમાં ભરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું આયોજન

અમરેલી તા. ૧૩ : એપ્રિલ-૨૦૧૮માં વાહનનો ટેકસ ભરવાનો થતો હોય તેવા વાહનમાલિકોએ, એપ્રિલ-૨૦૧૮ની સમયમર્યાદમાં ટેકસ ભરી દેવાનો રહે છે. ટેકસ ભરવાની નિયત સમયમર્યાદાના અંતિમ ચરણમાં ખૂબ ધસારો રહે છે આથી કેટલીક અગવડતા ઉભી થાય છે. તા.૮ માર્ચ-૨૦૧૮થી એડવાન્સ ટેકસ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ સ્કીમનો લાભ લેવા અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

દ્વિચક્રી મોટર સાયકલ માટે નવી સીરિઝ GJ 14 00001 to 9999ની ઇ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તા.૧૫ થી તા.૨૧ માર્ચ-૨૦૧૮ સુધી ઇ-ઓકશન પ્રક્રિયા શરૂ રહેશે, ત્યાં સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ઇ-ઓકશનમાં બિડીંગ તા.૨૨ થી તા.૨૭ માર્ચ-૨૦૧૮ સુધી કરવામાં આવશે. તા.૨૭ માર્ચ-૨૦૧૮ને સાંજે ૪.૩૦ કલાકે ઇ-ઓકશનનું પરિણામ જાહેર થશે. http:parivahan.gov.in/parivahan/ પર નોંધણી, યુઝર આઇ.ડી., પાસવર્ડ તૈયાર કરવાની હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. અરજદારે ઓનલાઇન ઓકશન દરમિયાન આર.બી.આઇ. દ્વારા નિયત કરવામાં આવેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. યુ-ટ્યુબ પર ઇ-ઓકશન-આર.ટી.ઓ. ગુજરાત સર્ચ કરવાથી વિડીયો મેળવી શકાશે. આ સંબંધિત તમામ માહિતી-વિગતો માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી-અમેરલીના હેડકલાર્કશ્રીનો સંપર્ક કરવા, અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(૨૧.૪)

(10:07 am IST)