સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th February 2019

સોમનાથ મંદિર પરિસરમાં બીન ઉપયોગી સફેદ તંબુ હટાવવો જરૂરી : ફોટોગ્રાફરને નુકશાન

પ્રભાસપાટણ, તા. ૧૩ : સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર પરિસરમાં વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાછળ થોડા મહિનાથી એક સફેદ તંબુ લગાવવામાં આવેલ છે.

આ તંબુમાં કોઇ બેસતુ નથી કે ઉપયોગ કરતુ નથી અને ટ્રસ્ટે પણ જે હેતુસર આ તંબુ બાંધ્યો હશે તે ઉપયોગ કરતુ નથી આ તંબુ તાકીદે હટાવવો જરૂરી છે. કારણ કે દેશભરના યાત્રિકો-પ્રવાસીઓ સોમનાથ આવે છે તેઓને કાયદાકીય રીતે ફોટોગ્રાફી મંદિર વિસ્તારમાં પ્રતિબંધ છે ત્યારે પરીસરની બહારનાં ભાગેથી લોકો કાયદાને માન આપીને મોબાઇલ કે કેમેરા ફોટોગ્રાફી કરી પોતાની સોમનાથ યાત્રાની નિશાની રૂપ -સ્મૃતિ સંભારણા કરી સંતોષ માને છે. તેવા લોકોને આ તંબુ ફોટોગ્રાફીમાં અવરોધરૂપ આડચ બને છે અને મંદિર સાથેનું પુરેપુરૂ દ્રશ્ય બહારથી પણ કલીક કરી શકાતુ નથી જો આ તંબુ દુર કરાયતો મંદિરનો વ્યુ લોકો સારી રીતે કલીક કરી ભારતની આન-બાન અને શાન સમા મંદિરનું પોતાની યાત્રાનું છબી કરણ કરી શકે.

મંદિર પરીષદમાં જુના હાઉસમાં છેલ્લા કેટલાક સમયથી નિઃશુલ્ક ફી સેવાનું બોર્ડ ઉતારેલ છે. તે લગાવવું જરૂર છે.

સોમનાથ મંદિર આજુબાજુના વિસ્તારમાં ફોટોગ્રાફી કરીને ઘણા યુવાનો રોજગારી મેળવી રહેલ છે પરંતુ પહેલા આ ફોટોગ્રાફરો મંદિરના પરિષરમાં ફોટો પાડતા પરંતુ અત્યારે પ્રતિબંધને કારણે ઝાળી બહારની ફોટાઓ પાડે છે પરંતુ ત્યાં પણ આ બિનજરૂરી તંબુ વિલન બનતાં આ ફોટોગ્રાફી કરીને રોજગારી મેળવતા ફોટોગ્રાફરો મુશ્કેલીમાં મુકાયેલ છે તો આ જરૂરત વગરના તંબુને તાત્કાલીક દૂર કરવું જોઇએ. (૯.૩)

 

(11:27 am IST)