સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

મોરબીના જૂની પીપળી નજીક ટ્રેકટર પલ્ટી ખાઈ જતા ટ્રાફિક જામ

ટાઇલ્સ ભરેલું ટ્રેકટર નવા બનેલ રોડ ચડી નહીં શકતા પલ્ટી મારી ગયું

મોરબી ;જુની પીપળી નજીક ટાઈલસ ભરેલ ટ્રેક્ટર પલટી પલટી ખાઈ જતા રોડ પર  ટ્રાફીકજામ સર્જાતા અનેક વાહનચાલકો ફસાયા હતા અંગે મળતી વિગત મુજબ મોરબીના જુના પીપળી ગામ પાસે ટાઈલ્સ ભરેલ ટ્રેકટર જતું હતું ત્યારે નવા બનેલ રોડની કડ ચડતા ટ્રેક્ટર ચડાવવા જતા પલ્ટી મારી ગયુ હતુ જોકે બનાવની જાણ થતા ગામ લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફીક ક્લિયર કરાવાની કામગીરી હાથ ધરી હતી

(11:12 pm IST)