સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

જખૌના દરિયામાંથી ૭ પાકિસ્‍તાની માછીમારો સાથે બોટ ઝડપાઇ

ભુજઃ ભારતીય જળસીમામાં ઘુસી ગયેલા ૭ પાકિસ્‍તાની માછીમારો સાથેની બોટને ભારતીય સુરક્ષા અેજન્‍સી દ્વારા ઝડપી લેવામાં આવી છે અને ઝડપાયેલા માછીમારોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જખૌના દરિયામાંથી પાકિસ્તાનની ફિશિંગ બોટ ઝડપાઈ છે. અલ-હિલાલ નામની આ પાકિસ્તાની બોટને ઈન્ડિયન કોસ્ટગાર્ડે ઝડપી પાડી છે. જખૌના દરિયામાંથી 16 નોટિકલ માઈલ દૂરથી આ બોટ ઝડપાઈ છે.

ભારતીય જળસીમામાં ગેરકાયદે પ્રવેશેલી અલ-હિલાલ બોટને ઈન્ડિયન કોસ્ટગાર્ડની શીપ મીરાબેને ઈન્ટરસેપ્ટ કરી હતી. ત્યારબાદ તેમાં સવાર સાત ખલાસીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી. અને સાતેયને પૂછપરછ માટે જખૌ દરિયા કિનારે લાવવામાં આવશે. જે બાદ સુરક્ષા એજન્સીઓ ઝડપાયેલા પાકિસ્તાનીઓની વધુ પૂછપરછ કરશે.

(8:08 pm IST)