સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

ખંભાળીયાના દાંતા ગામ પાસે કાર હડફેટે દેવશીભાઇ સોંદરવાનું મોત

ખંભાળીયા તા.૧૩ : જામનગર રોડ પર દાંતા ગામ પાસે ખંભાળીયા તાલુકાના ચુડેશ્વરના દલિત પ્રૌઢ દેવશીભાઇ ભીખાભાઇ સોંદરવા (ઉ.વ.પ૦) વાળા આજે વહેલી સવારે ૮ાા વાગ્યે તેમનું હીરો મોપેડ લઇને જતા હતા ત્યારે પાછળથી જીજે-૧૩સીસી-૪પપ૩ નંબરની આઇટેન કારવાળાએ ઠોકર મારતા ગંભીર ઇજા થયાની દેવશીભાઇનું કરૂણ મૃત્યુ નિપજયુ હતુ.

જમાદાર ભદ્રેશભાઇએ લાશને ખંભાળીયા હોસ્પિટલમાં પો.મો. માટે લાવીને આગળ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના પાસીંગવાળી આ કારવાળો અકસ્માતે મોત નિપજાવી કાર મુકીને નાસી ગયો છે. પોલીસ તપાસ ચલાવે છે.

(3:38 pm IST)