સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

જામનગરમા નવાનગર બેન્કમાંથી ઉચાપત કરનાર કેશીયર તેજશ સંધવી ચાર'દિના રિમાન્ડ ઉપર

જામનગર તા.૧૩: નવાનગર બેંકની દરેક શાખાના કેશિયરો રૂ.૪૩ લાખ ઉપરાંતની રકમની ઉચાપત કરી લેતા પોલીસે મેનેજરની ફરિયાદ પરથી આરોપીની ધરપકડ કરી રૂ.૧૫ લાખ ૫૦ હજારની રકમ ઝબ્બે લીધી છે. આરોપીને ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

જામનગરની નવાનગર બેકંની દરેક શાખામાં કેશિયરની ફરજ બજાવતા તેજસ મહેન્દ્રભાઇ સંઘવી (ઉ.વ.૩૨)એ પોતાની પાસે જમા કરવા માટે આવેલી ગ્રાહકોની રોકડમાંથી રૂ.૪૩ લાખ ૫૪ હજાર ઉપરાંતની રકમ રાખી લઇ તે રકમની ઉચાપત કર્યાની દરેડ શાખાના મેનેજર નિમેષ રાજાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ આરોપીની પંચકોશી-બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.બી.ખાંભલાએ શનિવારે ધરપકડ કર્યા પછી પૂછપરછ કરતા આરોપી તેજસ સંઘવીએ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં શેરબજારમાં થયેલી મોટી ઉથલપાથલમાં પોતે રૂ.૪૧ લાખ જેવી રકમ હારી ગયો હોય તે રકમની ચૂકવણી માટે બેંકમાંથી ઉપરોકત રકમની ઉચાપત કર્યાની કબૂલાત આપી હતી. આ કબૂલાતના આધારે પોલીસે તે શખ્સને ફાળવવામાં આવેલી કેબીનની તલાશી લેતા તેમાંથી રૂ.૫૦ હજારની સાંપડી હતી. જયારે બાકીની રકમ કોને આપવામાં આવી છે? તેની પૂછપરછ માટે આરોપીને રિમાન્ડની માગણી સાથે ગઇકાલે અદાલતમાં રજુ કરવામાં આવ્યો કેબીનની તલાશી લેતા તેમાંથી રૂ.૫૦ હજારની રોકડ સાંપડી હતી. જ્યારે બાકીની રકમ કોને આપવામાં આવી છે? તેની પૂછપરછ માટે આરોપીને રિમાન્ડની માગણી સાથે ગઇકાલે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ કેસની ગંભીરતાને લક્ષમાં અદાલતે આરોપી કેશિયર તેજસ સંઘવીને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. આરોપીની પીએસઆઇ ખાંભલા તથા સ્ટાફના શોભરાજસિંહ, રાજદેવસિંહ, મગનભાઇ, ધર્મેન્દ્રસિંહ પૂછપરછ કરતા તેણે ઉપરોકત રકમમાંથી રૂ.૧૫ હજારજામનગરના સુભાષ માર્કેટ વિસ્તારમાં રહેતા વસંત શાંતિલાલ જેઠવાને આપી હોવાની કબૂલાત આપતા પોલીસે વસંત જેઠવાના કબજામાંથી રૂ.૧૫ લાખ ઝબ્બે લીધા છે. જ્યારે પ્રતિક પ્રફુલ્લભાઇ શાહ નામના શખ્સને રૂ.૮ લાખ તથા રાજકોટના ચિંતન પારેખ નામના શખ્સને રૂ.૧૮ લાખ આપવામાં આવ્યા હોય આ બન્ને પાસેથી પણ તે રકમની રિકવરી માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.(૧.૧૦)

(12:47 pm IST)