સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

જામનગરમાં 'જૈન શકિત ભામાશા એવોર્ડ'થી અશોકભાઇ મારૂ સન્માનિત

જામનગરઃ અહીયા જૈન શકિત ગ્રુપ દ્વારા દાનવીર અને જૈન (મહાજન) સમાજની એકતા,ઉત્કર્ષ, શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અશોકભાઇ વેલજીભાઇ, મારૂ ને દેશ-વિદેશના જૈન (મહાજન) સમાજના અગ્રણી ભાઇ-બહેનોની ઉપસ્થિતીમાં કેશવ સ્પોટર્સ સંકુલ ખાતે 'જૈન શકિત ભામાશા એવોર્ડ'થી ગ્રુપના પ્રમુખ નિલેષભાઇ ટોલીયા, મનીષભાઇ મારૂ, અજયભાઇ શેઠ, જય દોશી, મિલાપ કોઠારી, ધવલ વોરાના હસ્તે સન્માનીત કરાયા હતા તે પ્રસંગની તસ્વીરોમાં ઉપસ્થિત ઓશવાળ સમાજના પરાગભાઇ શાહ, યુ.કે.ના તુષારભાઇ તથા અગ્રણીઓ દર્શાય છે. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર, જામનગર)

(12:46 pm IST)