સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

રાત્રે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતી

વિજયભાઇ રૂપાણી રવેડીના દર્શન કરશેઃ મેળાને મીનીકુંભનો દરજજો આપે તેવી શકયતા

જૂનાગઢ : મહાશિવરાત્રી મેળો આજે અંતિમ ચરણમાં છે ત્યારે ભવનાથ તળેટી ખાતે માનવમેદની ઉમટી પડી છે. ઉપરોકત તસ્વીરમાં ભવનાથ ખાતે ઉમટી પડેલ માનવ મેદની ભવનાથ મંદિર અને દિગ્મ્બર સાધુઓ નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

 

જુનાગઢ તા.૧૩: આજે મધરાતે જુનાગઢ મહાશિવરાત્રી મેળાના પાંચ દિવસીય મેળાની નાગાબાવાઓની રવેડી શાહી સ્નાન સાથે પુર્ણાહુતી થનાર છે.

 

આજે મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકોનુ ભવનાથ તળેટીમાં તરફ ઉમટી પડ્યા છે જયા જોવા ત્યા શહેરમાં પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જાણે કે જુનાગઢના બધામર્ણો ભવનાથ તળેટી તરફ વળ્યા હોય તેવુ દેખાય છે અન્નક્ષેત્ર અને ઉતારામાં ભજન અને ભોજનનો ધમધમાટ થઇ રહ્યો છે.

આજે બપોરે ર વાગ્યાથી ભરડાવાવથી તમામ પ્રકારના વાહનોને પ્રવેશ પ્રતિબંધ કરાયો છે.

એસપી નિલેશ જાજડીયાએ જણાવ્યુ હતુ કે શિવરાત્રી મેળાના આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે ત્યારે લોકોને મુશ્કેલીની પડે તે માટે બપોરે ૨ વાગ્યાથી તમામ વાહનોને પ્રવેશ બધી કરવામાં આવી છે આ મહાશિવરાત્રી મેળો અંતિમ ચરણમાં છે ત્યારે ભવનાથમાં પગ મુકવાની જગ્યા ન મળે તેટલી મેદની ઉમટી છે.

આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૬/૪૫ કલાકે મહાશિવરાત્રી મેળામાં આવી રહ્યા છે તેઓ સીધા ભવનાથ મહાદેવ મંદિરના દર્શનકરી ત્યાંથી શિવગૌરક્ષ આશ્રમ ખાતે મહંત પુ શેરનાથબાપુના ભોજનકક્ષનુ ઉદઘાટન કરી ૨૦મીનીટ જેટલુ રોકાણ કરી અને લાલસ્વામીની જગ્યા પાસે આવેલ આપાગીગાના અન્નક્ષેત્રની મુલાકાત લેશે દરમ્યાન પુ.નરેન્દ્રબાપુ પુ.વિજયબાપુ તેમને આવકારશે ત્યાથી સીધા ભારતી આશ્રમ ખાતે સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત થશે ત્યારે પુ ભારતીબાપુ સહિતના સંતો દ્વારા શ્રી રૂપાણીનુ સ્વાગત કરાશે અને સંતોની ચાર માંગણી પૈકી મહાશિવરાત્રી મેળાને મીનીકુંભનો દરજજો જાહેર કરે તેવી શકયતા છે તેમજ સંતોની જગ્યા રેગ્યુલાઇઝ કરવી વગેરે માંગણી સ્વીકારે તેવી શકયતા ઓ જણાય રહી છે શ્રી રૂપાણી ભારતી આશ્રમ ખાતે રોકાણકરી ફરાળ કરશે બાદ માં રવેડીના દર્શન કરી રાજકોટ જવા રવાના થશે.

આજે સાજ ૪ કલાકથી રવાડીના રૂટને સફાઇ કરી પાણી છાંટી અને સ્વચ્છ કરવામાં આવશે અને રાત્રે ૯ વાગ્યે નાગાબાવાઓની રવેડી પરંપરાગત શ્રી પંચદશનામ અખાડા શ્રીપંચદશનામ આહવન અખાડા શ્રી પંચ અગ્નિ અખાડાની ત્રણ મુખ્ય રવેડી ક્રમશ નિકળશે આરવેડીનો રૂટ લંબાવી ભવનાથ મદિર મંગલનાથ આશ્રમ દત ચોક લાલસ્વામી આશ્રમ આપાગીગાના અન્નક્ષેત્ર ભારતી આશ્રમ  પાસેથી પસાર થઇ નાગાસાધુઓ મૃગીકુંડમાં શાહી રતાન કરશે અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે આ પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતિ થશે

અત્રે ઉલ્લેખનીય છે કે દશ વર્ષ પછી મેળામાં સીએમ આવતા હોય જેને લઇ કલેકટર રાહુલ ગુપ્તા એસપી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ર૦૦૮ માં તત્કાલીન મુ. મંત્રીશ્રી નરેન્દ્ર મોદી શિવરાત્રીના રોજ આવ્યા હતાં. આજે દાયકા પછી રૂપાણી આવી રહ્યા છે અને નાગાબાવાઓની રવેડીના દર્શનનો લાભ લેવાના છે. ત્યારે તેને સત્કારવા સાધુ સંતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ પૂ. ગોપાલાનંદજી, પૂ. શેરનાથબાપુ, પૂ. નરેન્દ્રબાપુ, પુ. વિજયબાપુ, પૂ. હરીગીરીબાપુ સહિતના સંતોશ્રી રૂપાણીનુ સન્માન કરશે સાંજથી લોકો રવેડી નિહાળવા માટે રૂટ પર ગોઠવાય જશે.

(6:53 pm IST)