સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

ચોટીલાના વિકાસમાં મુંબઇ સ્થિત વતન પ્રેમીઓ યોગદાન આપશેઃ સ્મશાન - પ્રવેશદ્વાર બનાવાશે

ચોટીલા વિકાસનો ડ્રીમ પ્રોજેકટ પૂર્ણ કરાવવા વતન પ્રેમીઓનું વચન

ચોટીલા તા. ૧૩ : આગામી ડ્રીમ પ્રોજેકટ માટે ચોટીલા પાલિકાનું મુબઇ વસતા વતનપ્રેમી સાથે ગેટ ટૂ ગેધર સ્મશાન ડેવલપમેન્ટ, પ્રવેશદ્વારો સહિતના કામ માટે શ્રેષ્ઠીઓ અનુદાન આપશે.

શહેરનાં વિકાસમાં સરકાર સાથે વતનપ્રેમી સહભાગી બનશે. ચોટીલા પાલિકા દવારા આગામી દિવસોમાં શહેરનાં સ્મશાનનાં નાવિન્યકરણ અને શહેરમાં પ્રવેશતા રસ્તાઓ પર કલાત્મક ગેઇટ સહિતના કામો માટે મુંબઈ ખાતે ચોટીલાનાં વતનીઓ સાથે ગેટ ટૂ ગેધર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

પાલિકા ટીમ મુંબઇ ગયેલી જયાં ચોટીલાનાં વતનીઓને બોડી દવારા કરવામાં આવેલ રોડ, રસ્તા સહિતના કામો તેમજ આગામી કામોનું વીડીયો પ્રેઝન્ટેશન રજુ કરેલ જેમા સરકાર ની ગ્રાન્ટ પછીનાં ખર્ચને પહોચી વળવા માટે વતન પ્રેમીઓને સહકાર આપવા અપીલ કરેલ હતી.

આ ગેટ ટૂ ગેધરમાં પાલીકા પ્રમુખ રવુભાઇ ખાચર, ઉપ પ્રમુખ હરેશભાઇ ચૌહાણ, ચેરમેન છબિલભાઇ વાઘેલા કર્મચારી, સદસ્ય સહિતની ટીમ સાથે રસિકભાઇ કોઠારી જલગાવ, ખીમજીભાઇ પાટડીયા, હિતેન્દ્રભાઇ શાહ, ચોટીલા મિત્ર મંડળ રસિકભાઇ કાપડીયાની આગેવાનીમાં ખાર જીમખાનાં મુંબઈ ખાતે સમારોહ યોજવામાં આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં શ્રેષ્ઠીઓ અને ચોટીલાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આવતી કાલને સુંદર બનાવવા ચોટીલાનાં વિકાસમાં નાના મોટા દરેક વતનીઓ યથાયોગ સહકાર આપશે તેવી પાલીકાની ટીમને ખાત્રી આપેલ અને સમારોહમાં જ અનુદાનની જાહેરાતો કરાતા ચોટીલાનો ડ્રીમ પ્રોજેકટ સળતાથી પૂર્ણ થશે તેવો વિશ્વાસ પાલિકાની ટીમે વ્યકત કરેલ છે.ઙ્ગમુંબઈનાં ખાર જીમખાનાં ખાતે ચોટીલા પાલિકા અને બહાર વસતા ચોટીલાનાં વતનીઓ સાથે યોજાયેલ.(૨૧.૧૨)

(12:41 pm IST)