સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

માળીયામિંયાણાના સુલતાનપુર ગામેથી વતનમાં નીકળેલ પરપ્રાંત્ય કિશોર ગુમ

મોરબી તા.૧૩ : માળીયા મિંયાણાના સુલતાનપુર ગામેથી વતનમાં જવા નીકળેલ પરપ્રાંત્ય કિશોર ગુમ થઇ જતા પોલીસે અપહરણનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ માળિયા તાલુકાના સુલતનાપુર ગામે રહેતા અને મળુ એમ.પી.ના જગદીશ રુકસંગભાઇ મોરેએ માળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે પોતાનો સગીર વયનો દીકરો રામપ્રસાદ (ઉ.૧પ) ગઇ તા.૧૮/૧/ર૦૧૮ ના રોજ બપોરના સમયે વતન જવાનું કહી નીકળેલ છે જે હજુ વતન ન પહોંચતા ગુમ થયાની પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણો ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી.એસ.આઇ. જે.ડી. ઝાલા ચલાવી રહ્યા છે.

 

(11:45 am IST)