સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીમાં વધઘટ થઇ રહી છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીનો અહેવાસ થઇ રહ્યો છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો અનુભવાય રહ્યો છે અને ખુશનુમા વાતાવરણનો અહેસાસ થઇ રહ્યો છે.

સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ગરમીની અસર વધતા મિશ્ર વાતાવરણનો અનુભવ થાય છે.

આજે સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૧૧.ર ડીગ્રી, વલસાડ ૧૧.૬, રાજકોટ ૧૪.૭ ડીગ્રી, અમરેલી ૧પ.૪ ડીગ્રી નોંધાઇ છે.

કયાં કેટલી ઠંડી

 

 

શહેર

લઘુતમ તાપમાન

ડીગ્રી

નલીયા

૧૧.ર

''

વલસાડ

૧૧.૬

''

ગાંધીનગર

૧ર.૦

''

અમદાવાદ

૧૩.૪

''

વડોદરા

૧૪.ર

''

મહુવા

૧૪.૩

''

દીવ

૧૪.પ

''

રાજકોટ

૧૪.૭

''

અમરેલી

૧પ.૪

''

વલ્લભ વિદ્યાનગર

૧પ.પ

''

કંડલા એરપોર્ટ

૧પ.પ

''

ભાવનગર

૧૬.૬

''

પોરબંદર

૧૭.ર

''

(11:43 am IST)