સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

પૂ. શામજીબાપુએ કુંભમેળામાં જમણવારના ખર્ચની જાહેરાત કરીને ભાવિકો આશ્ચર્યમાં મૂકાયાઃ જોયું તો ર કોથળામાં રૂપિયા ભર્યા'તાઃ મહાશિવરાત્રી મેળામાં સતાધાર આપાગીગાની જગ્યા-આપાગીગાનો ઓટલો-ચોટીલા દ્વારા જાહેર અન્નક્ષેત્ર

જુનાગઢ : શ્રી સતાધાર આપાગીગાની જગ્યા શ્રી આપાગીગાના ઓટલો, ચોટીલા દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે.

સતાધાર એટલે કે સતને આધારે ચાલતી પુરાણી જયાં કે જયાં આપાગીગાના વખતથી ભૂખ્યાને ભોજન કરાવવામાં માનતી જગ્યા અહીં દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે આવે છે અને ભોજન પ્રસાદ લઇને ધન્યતા અનુભવે છે.

સતાધારના મહંત પૂ. શ્રી શામજીબાપુ જયારે કુંભના મેળામાં ગયા હતાં ત્યાં દેશભરના સાધુસંતોનો મેળાવડો થાય છે અને લાખોની સંખ્યામાં સંતો-ભકતો આવતા હોય છે ત્યારે સંતોની મહાસભા મળેલ અને એ વખતે આ સતાધારના ભકતશ્રી શામજીબાપુએ મેળામાં જ જમણવારનો ખર્ચ થાય તે આપવાની જાહેરાત કરતા ત્યાં ઉપસ્થિત દેશભરમાંથી આવેલા અખાડાના મહંતો તેમજ જગદ્ગુરૂ શંકચાર્યશ્રીઓ અયંબામાં પડી ગયા કારણ કે ત્યાં લાખો સંતો ભાવિકોની હાજરી હોય અને એનો ખર્ચ પણ મોટો થાય. પૂ. શામજીબાપુ સાથે ગયેલા સેવકો ભીમબાપુ, શિવાભાઇ ચોટલીયા વિચારમાં પડી ગયા કે બાપુએ આવડી મોટી જાહેરાત કરી એટલા રૂપિયા તો આપણી પાસે નથી. બાપુને વિનંતી કરી કે બાપુ આપેલા રૂપિયા આપણી પાસે કેમ નથી. કેમ કરીને સવારે જ આપવાના છે તો બાપુએ તેમના ઉતારામાં પડેલા બે ભરેલા કોથળા પડેલા હતા તો તેની સાથે જોઇને કહ્યું કે શિવાભાઇ ચોટલીયા જો સામે બે કોથળા છે તે અહીં લઇ આવ અને લાવીને જોયું તો બન્ને કોથળા રૂપિયાથી ભરેલા હતા અને હાજર સેવકો બાપુનો આ પરચો જોઇને રૂપિયા આશ્ચર્ય ચકિત થઇ ગયા જે સવારે જમા કરવા ગયા તો ત્યાંના સંતે આયોજકો પણ વિચારમાં પડી ગયેલ કે રાતોરાત આ ભગત આટલી મોટી રકમની વ્યવસ્થા કયાંથી કરી.

સતાધાર દ્વારા કુંભનો મેળામાં પણ સાધુ-સંતોને ભોજન કરાવવામાં આવતા. ત્યાંના અખાડાના આયોજકો અને શંકરાચાર્ય દ્વારા પૂ. શામજીબાપુને ભકત ભૂષણની બીરૂદ આપી સૌ પ્રથમ વખત હાથની અંબાડીમાં બેસાડી સન્માનીત કરવામાં આવેલ. આવી સતના આધારે ચાલતી પુરાણ જગ્યા સતાધારમાં મહંત પૂ. શ્રી જીવરાજબાપુએ ભોજન પ્રસાદની પરંપરા ચાલુ જ રાખેલ છે અને હાલ પૂ. શ્રી વિજયબાપુ આ પરંપરામાં અનેક સુવિધાઓ વધારતા ને આગળ ચલાવી રહ્યા છે. થોડા વર્ષ પહેલા અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા પાસે પૂ. જીવરાજબાપુના આદેશથી પૂ. શ્રી નરેન્દ્રબાપુએ પણ આપાગીગાનો ઓટલો નામે જાહેર અન્નક્ષેત્ર ર૪ કલાક ચાલુ કરેલ છે.

આવી આ બન્ને સંસ્થા દ્વારા ભવનાથ ખાતે લાલ સ્વામીની જગ્યામાં અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શુક્રવાર તા. ૯ થી ભોજન પ્રસાદ સવારે ૭ થી ચા, ગાંઠીયા, ગુંદી સંભારો અને ૧૦-૩૦ થી ભોજન અવિરત ચાલુ રાખવામાં આવે છે. પહેલા દિવસથી જ શિવ ભકતોને ભોજનમાં દરરોજ અલગ મીઠાઇ, ગુંદી, ગાંઠીયા સ્વામીની રોટલી, શાક, દાળ-ભાત, ખીચડી, કઢી, સંભારો, છાશ વગેરે જમાડવામાં આવે છે. રવિવારે રાત્રી સુધીમાં એક લાખથી વધારે શિવ ભકતોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ છે. અહીં સેવક વર્ગ દ્વારા ખૂબ જ નમ્રતાથી દરેકને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં સેવા આપવામાં આવેલ છે.

પૂ. શ્રી જીવરાજબાપુની આજ્ઞાથી સતાધાર મહંતશ્રી વિજયબાપુ તથા ઓટલાના મહંતશ્રી નરેન્દ્રબાપુના માર્ગદર્શન નીચે જૂનાગઢના સતાધાર સેવક શ્રી ધીરૂભાઇ ગોહેલ સેવકોની રાહબર નીચે પ૦૦થી ૬૦૦ સ્વયં ભાઇ-બહેનો ખૂબ જ ઉત્સાહથી સેવા બજાવે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:39 am IST)