સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

વિંછીયામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી

રાજગઢ ચોકમાં આવેલા પૌરાણિક-રજવાડા વખતના ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવરાત્રીની ભારે ભકિતભાવ અને અનેરા ઉલ્લાસ સહ ઉજવણી થઇ રહી છે. શિવાલયને સેવાભાવી યુવાનોએ સુંદર શણગાર કર્યા છે. સવારથી જ ભોળાને રિઝવવા ભકતો ઉમટી રહ્યા છે અને હમ-હમ મહાદેવ-શિવો હર શિવો હરના નાદ ગુંજી ઉઠયા છે. ભકતોને પ્રસાદમાં ભાંગ-દુધ કોલ્ડ્રીંકસ-પેંડા સહિતનું વિતરણ કરાયુ હતુ. બપોરની આરતી સમયે ભકતોની ભીડ જામની હતી.(તસ્વીર-અહેવાલઃ પ્રિન્ટેશ શાહ-વિંછીયા)

(11:38 am IST)