સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

ગીર સોમનાથ જીલ્લામાં જયાં સુધી મગફળી ખરીદી કેન્દ્ર શરૂ થાય ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન

ચારેય ધારાસભ્યોની આગેવાનીમાં આંદોલનાત્મક કાર્યક્રમો

વેરાવળ, તા. ૧૩: ગીર સોમનાથ જિલ્લાના હજારો ખેડૂતોની કરોડો, રૂપિયાની માંડવી ખેતરોમાં પડેલ છે સરકાર ટેકાના ભાવે આ માંડવી ખરીદી જોઇએ. તેવી અનેક વખત રજૂઆતો કરતા કોઇપણ અમલ ન થતા ગીર સોમનાથ જીલ્લાના કોંગ્રેસના ચારેય ધારાસભ્યો જીલ્લા કલેકટર ઓફીસ સામે લડતના મંડાણ શરૂ કર્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ એ મગફળી કેન્દ્ર બંધ થતા ખેડુતોની મીટીંગ આજોઠા ખાતે બોલાવેલ હતી તેમાં જણાવેલ હતું કે અનેક વખત જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને ધારાસભ્યોએ મુખ્યમંત્રી સહિતને રજુઆત કરેલ કે ઘણા સમયથી મગફળી, ખરીદના કેન્દ્રો બંધ થયેલ છે તે ચાલુ કરવા પણ સરકાર દ્વારા આ જિલ્લા ખેડુતોની ઉપેક્ષા થતી હોય જેથી આ મીટીંગમાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં નક્કી થયેલ હતું કે તા. ૧૩ ને મહાશિવરાત્રીના થી જીલ્લા કલેકટર ઓફીસની સામે ઉપવાસ શરૂ કર્યા છે.

જયાં સુધી કાજલી, સુત્રાપાડા ધામળેજ તથા અન્યય તાલુકાના વિસ્તારમાં મગફળી કેન્દ્રો ચાલુ નહીં કરાઇ ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે અને સરકાર દ્વારા જડવલણ દાખવવામાં આવશે તો અન્નજળ નો પણ ત્યાંગ કરવામાં આવશે.

સોમનાથ વિમલભાઇ ચુડાસમા તલાલાના ભગવાભાઇ બારડ, કોડનીાર ના મોહનભાઇ વાળા, ઉનાના પુજાભાઇ વંશ સહિત જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના સભ્યો ગ્રામ પંચાયતના સરપંચો સહિત હજારોની સંખ્યામાં ખેડૂતો મહાશિવરાત્રીના દિવસે ઉપવાસનો પ્રારંભ કર્યો છે. તેમ આજોઠા મીટીંગમાં નક્કી કરાયું હતું.

(11:37 am IST)