સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા રવિવારે ૧૪મો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ

પ૧ યુગલો લગ્ન બંધને બંધાઇ સાંસારીક જીવન યાત્રાનો પ્રારંભ કરશે : દેશ-વિદેશમાંથી મહેમાનો દાતાઓની વિશેષ ઉપસ્થિતિ : સમુહ લગ્નોત્સવ સ્થળે જ : રકતદાન શિબિરનું આયોજન

ચલાલા તા.૧૩: શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા આગામી તા.૧૮ને રવિવારે ૧૪માં સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ તથા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ધારી રોડ મીઠાપુર (ડુ) ચલાલા જી. અમરેલી ખાતે યોજાનાર આ સમુહલગ્નોત્સવમાં કુલ પ૧ નવયુગલો લગ્નબંધને બંધાશે.

આ પ્રસંગે દેશ વિદેશથી દાતાઓ મહેમાનો ઉપસ્થિત રહેનાર છે. જેમાં બાબુભાઇ બી. રૂપારેલીયા કપાલા (યુગાન્ડા) અરૂણભાઇ જે. રૂપારેલીયા (લંડન) પ્રફુલભાઇ દેશાઇ (લંડન) પરેશભાઇ મહેતા કપાલા (યુગાન્ડા), સુરેશભાઇ આર. ખીરોયા કીસુમું (કેન્યા) વિગેરે પરિવાર સાથે હાજર રહેશે.

જયા આમંત્રીત મહેમાનોમાં સુરેશભાઇ પટેલ (મોરબી) અમરેલીના જીલ્લા શિક્ષણા અધિકારી જાદવ, એ. ડી. રૂપારેલ (અમરેલી), ગોરધનભાઇ કાથરોટીયા (બાવળા) પ્રકાશભાઇ કારિયા (પત્રકાર-ચલાલા) પ્રવિણભાઇ વસાણી (રાજકોટ) લાલજીભાઇ ખૂંટ (ગોંડલ) ગીજુભાઇ ભરાડ (શિક્ષણવિદ્દ ત્રંબા) ઉપેન્દ્રભાઇ વાળા સરપંચ (મીઠાપુર) જી. ડી. આહિર પી.એસ.આઇ. (ચલાલા) જગદીશભાઇ પટેલ (મુંબઇ) ડો. પંચાલ (અમરેલી) ડો. વિનોદભાઇ રાઠોડ (સાવરકુંડલા) ડો. વાઘેલા (ધારી) હર્ષદભાઇ મહેતા આસીસ્ટન્ટ પોલીસ કમિશ્નર (રાજકોટ) તથા રાજુભાઇ રાજા (યુ. કે.) વિગેરે ઉપસ્થિત રહેશે.

આ સમુહલગ્નોત્સવમાં જોડાનાર યુગલોને અસંખ્ય ચીજ-વસ્તુ તમામ ઘરવખરી સહિત ભેટમાં કરીયાવર તરીકે આપવામાં આવશે.

આ સમુહલગ્નોત્સવ પ્રસંગે લગ્ન સ્થળે એક રકતદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે.

સર્વ નગરજનોને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા અને રકતદાન કરવા સંસ્થાના શિલ્પી  એવા શ્રી રતિદાદાએ અપીલ કરી છે.

(11:34 am IST)