સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

બગસરામાં આરોગ્ય વિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધા

 બગસરા : તાલુકાની શાળાઓમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ બાદઙ્ગ તાલુકાની આઠ જેટલી શાળાઓમાં વ્યસનમુકિતના વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા અંતર્ગત બાળકોને કાર્ડ પેપર તથા ચિત્ર માટેની સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. ડો ગૌરાંગભાઈ કાપડિયાની ઉપસ્થિતિમાં શાળા નંબર ૪માં પણ પ્રકારની ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં શાળાના ધોરણ ૬ થી ૮ ના ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના વિદ્યાર્થીઓએ વ્યસનમુકિત અંગેના સ્લોગનો તથા ચિત્રો તૈયાર કર્યા હતા. શાળામાં ઉપસ્થિત ગૌરાંગભાઈ કાપડિયાએ બાળકોને ભવિષ્યમાં પણ વ્યસનથી દૂર રહેવા માટે સુચનો કર્યા હતા તેમજ શાળા તથા પરિવારના પરિસરને વ્યસન મુકત બનાવવા માટે કટિબદ્ઘ બનવા આવાહન કર્યું હતુ. આ પ્રકારના આયોજન કરી બાળકોને જાગૃતિ આપવા બદલના પ્રેરક કાર્ય બાબતે શાળા પરિવાર દ્વારા આરોગ્ય વિભાગનો આભાર માનવામાં આવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : દર્શન ઠાકર, બગસરા)

(11:32 am IST)