સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

ગોંડલમાં નવી એલઇડી સ્ટ્રીટ લાઇટમાં ઓછા પ્રકાશની ફરીયાદો

 ગોંડલઃ તા.૧૩, જાહેર રસ્તાપર નવી પાવરસેવર એલઇડી લાઇટનું પ્રકાશ ઓછો પડતો હોવાથી રસ્તા અંધારીયા જેવા લાગતા હોય જેથી અકસ્માત તથા બીજી ઘણી મુશ્કેલી સર્જે છે.

 પહેલા જાહેર રસ્તા પર ટબુબલાઇટ હતી ત્યારે પ્રકાશ પડતો હતો તેના કરતા  મેઇડઇન ચાઇનાની લાઇટ ફીટ કરતા તેનો પ્રકાશ ઓછી પડે છે. અને  ફીટીંગ કરી હોય નજીકજ પડે છે. જયારે બે લાઇટની બાજુમા આવેલ જાડ ની તેની પ્રકાશ ઢંકાય જાય છે અને રસ્તાપર અંધારુ પડે છે. અને ચોરી  છેડતી વગેરે અસામાજીક પ્રવૃતિ કરનારને  મોકો મળે છે. આ અંગે સતાધીશો ધટતુ કરે તેવી  ગોપાલભાઇ  ટોળીયા એ રજુઆત કરેલ છે.

(11:30 am IST)