સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

મઢડા ગામે બંધ મકાનમાંથી અડધા લાખનો તસ્કરોનો હાથફેરો

લગ્ન પ્રસંગે શિહોર ગયેલ વાણંદ પરિવારના

ભાવનગર, તા., ૧૩: મઢડા ગામે બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો રોકડ તથા ઘરેણા મળી રૂ. અડધા લાખની માલમતાની ચોરી કરી નાસી છુટયા હતા.

મળતી વિગતો મુજબ સિંહોર તાલુકાનાં મઢડા ગામે રહેતા વાળંદ સુરેશભાઇ માધુભાઇ નાથાણી તેના પરીવાર સાથે સિહોર લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી  કબાટમાં રાખેલા રોકડા રૂ. રર હજાર તથા સોનાની બુટી,વિંટી, ચાંદીના ૩ સિક્કા, છડા વિગેરે મળી કુલ રૂ. પ૦ હજારની મતાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે સુરેશભાઇ નાથાણીએ સિંહોર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાવનગરના ટ્રેઇન હડફેટે આધેડનું મોત

ચિત્રા જીઆઇડીસી પાસે ધ્રાંગધ્રાથી ભાવનગર આવી રહેલ ટ્રેઇનની હડફેટે ચડી જતા પાટા ઓળંગી રહેલા અજાણ્યા આઘેડ પુરૂષનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:26 am IST)