સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

માઢવડ બંદરનાં પરિવારના કોળી સમાજનાં આગેવાનો દ્વારા સામાજીક બહિષ્કાર અંગે રજુઆત

કોડીનાર, તા. ૧૩ :  કોડીનાર તાલુકાના માઢવડ બંદર વિસ્તારમાં કોળી સમાજ દ્વારા નજીવી બાબતે એક પરિવારનું બે વર્ષની સમાજનાં પટેલ અને આગેવાનો દ્વારા સામાજીક બહિષ્કાર કરાતાં પિડિત પરિવાર દ્વારા ગીર સોમનાથ એસ.પી.ને લેખિત રજૂઆત કરી આવી ગેરબંધારણીય પ્રથા બંધ કરવા અને શાંતિ દ્વારા થતું શોષણ અટકાવવા માંગ કરી છે.

નર્મદાબેન તુલશીભાઇ બાંમણીયાએ રજુઆતમાં જણાવ્યા મુજબ ર૦૧પ થી સાલમાં મકાનનાં બાંધકામ બાબતે કોળી જ્ઞાતિ સંયુકત સમાજ માઢવડનાં પટેલ વિરજી સીટી બારૈયા અને રમેશ રામજી બાંભણીયા અને સમાજના આગેવાનો એ તા. ૪-૮-૧પના નર્મદાબેનના પરિવાર ઉપર હુમલો કરી તેમને જ્ઞાતી બહાર કરી તેમના પરિવારનો સામાજીક બહિષ્કાર કરતાં આ બાબતે પોલીસમાં ફરીયાદ કરવા છતાં કોઇ પગલા કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ હાલની પટેલ લખમ ગુલા સોલંકી એ પીડિત પરિવારનો છેલ્લા રાા વર્ષની સામાજીક બહિષ્કાર કરેલ હોય નર્મદાબેનના પરિવારને જ્ઞાતિમાં કોઇ લ્ગન કે મરણ પ્રસંગમાં હાજરી આપવા દેવામાં આવતી નથી. તેમજ નર્મદાબેનના પરિાવર સાથે સબંધ઼ રાખનાર પરિવારને પણ સામાજીક વહિષ્કાર કે મોટી રકમનો દડ કરવામાં આવે છે.

આ નિયમનું પાલન ન કરે તેનો સામાજીક બહિષ્કાર કરી દંડ વસુલી-ધંધો રોજગાર બંધ કરવા સહિતના પગલાઓ જ્ઞાતિના આગેવાનો દ્વારા ઉઠાવતા હોય ત્યારે જ્ઞાતિનાં પટેલ અને આગેવાનો સામે કડક કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

(11:23 am IST)