સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

તળાજાના અસ્થિર મગજના કુરેશી યુવાનનો મૃતદેહ શેત્રુંજી નદીના પાણીમાંથી મળ્યો

તળાજાથી શેત્રુંજી નદીમાં થઇ ગોરખી ગામે જવાતા રસ્તાની બાજુમાં નદીના પટમાં આવેલ મોટાખાડામાં સંગ્રહીત થયેલ પાણીમાં એક માનવલાશ તરતી હોવાની વાત સેવાભાવી લોકો, રાજકીય આગેવાનો નદીએ દોડી આવ્યા હતા. લાશને બહાર કાઢતા મૃતક શહેરના ખોજાવાડ ખાતે રહેતો અસદભાઇ નૌશાદભાઇ કુરેશીની ઓળખ થઇ હતી.  પાલીકાના કર્મચારી પથુભા વાળાએ પાલીકાની એમ્બ્યુલન્સ બોલાવી સેવાભાવીઓની મદદથી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ. મૃતક યુવાન માનસીક અસ્થિરતા ગુમાવી બેસતો હતો. ગઇકાલ બપોર બાદ તે ઘરેથી નિકળ્યા પછી પરત ન આવતા પરીવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર લોકોએ જણાવ્યું હતું કે મૃતક બોલતો હતો કે હું મરી જાવ પછી જ મારા પરીવારને શાંતી થશે. એ કારણો સબબ તેમણે અંતિમ પગલુ ભર્યુ હોવાનું માનવામાં આવે છે.

(11:23 am IST)