સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

જેતપુર જેસીઆઇ દ્વારા રકતદાન કેમ્પ

 નવાગઢ : જેતપુર શહેરમાં અનેક સામાજીક કાર્યો કરતી સેવાકીય સંસ્થા જેસી આઈ જેતપુર દ્વારા પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજીત સમુહ લગ્ન માં જેસીઆઈ જેતપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું.જેમાં ૧૦૧ રકતદાતા દ્વારા રકત નું દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, જસુમતીબેન કોરાટ, પ્રશાંતભાઈ કોરાટ, જગુભાઈ કોટડીયા, વિરજીભાઈ વેકરિયા, જગદીશભાઈ પાંભર, મનસુખભાઈ ખાચરિયા, જેન્તીભાઈ રામોલિયા સહિતના અગ્રણી ઉધોગપતિ હાજર રહ્યા હતા. સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ જેસી અલ્પેશ ભુવા,સેક્રેટરી જેસી દ્વિજેશ ધડુક,પ્રોજેકટ ચેરમેન જેસી મિતેષ પોલરા, જીએન્ડડી ઝોન ૭ જેસી અજય રાદડિયા, જેસી અશોક ખુટ, જેસી પિન્ટુ ગજેરા, જેસી રાજેશ શીંગાળા,  જેસી ઉમાકાન્ત જોશી, જેસી નિતેશ ઠુમર, જેસી અતુલ વઘાસિયા, જેસી રમેશ માલવીયા, જેસી અશ્વિન માલવીયા, જેસી કાર્તિક નારીયા સહિતના જેસી મિત્રોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : નિતીન વસાણી, નવાગઢ)

 

(9:46 am IST)