સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

બગસરામાં નવો રસ્તો તૂટી જતાં રસ્તા રોકો આંદોલનની ચિમકી

બગસરા તા. ૧૩ : બગસરા શહેરમાંથી પસાર થતાં રાજય ધોરીમાર્ગ નવો બનાવ્યા બાદ થોડા સમયમાં જ તૂટી જતા આ બાબતે અનેક રજૂઆત છતાં કોઇ પરિણામ ન મળતાં રસ્તા માટે આગામી દિવસોમાંઙ્ગ આંદોલન નીઙ્ગ તૈયારીઓ શરૂ કરીદેવામાં આવી છે

વિગત અનુસાર બગસરા શહેરમાંથી પસાર થતાં રાજય ધોરીમાર્ગ કુંકાવાવ નાકા થી પોલીસ સ્ટેશન સુધીના માર્ગને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ આ રસ્તો થોડા સમયમાં જ તૂટી જતા હવે વિસ્તારના રહેવાસીઓ તથા ધંધાર્થીઓ કફોડી સ્થિતીમાં મુકાયા છે.

રાજય ધોરીમાર્ગ હોવાથી આખા દિવસ દરમ્યાન પસાર થતા વાહનોને કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ જોવા મળે છે તેમજ લોકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં આ રસ્તા સુધારવા માટે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનાં પગલાં લેવામાં આવતા નથી તેમ છતાં તંત્રની આંખ ઉઘાડવા માટે ગત સપ્તાહે આ વિસ્તારની ગૃહિણીઓએ મામલતદાર બગસરાને આવેદનપત્ર પાઠવી આ રસ્તાને યોગ્ય કરવા માટે લેખિત રજૂઆત કરી હતી કોઈ પગલાં લેવામાં ન આવતા હવે આગામી દિવસોમાં રસ્તારોકો આંદોલન સહિતના આક્રમક કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર બગસરા કુંકાવાવ નાકા થી પોલીસ સ્ટેશન સુધીના માર્ગને સી.સી રોડ બનાવવા માટેની દરખાસ્ત રાજકોટ ખાતેની કચેરીએ મોકલી દેવામાંઙ્ગ આવી છે. આ બાબતે સરકાર દ્વારા કોઈ ઠોસ ખાતરી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન નિશ્ચિત જણાય છે.

(9:46 am IST)