સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 13th January 2019

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સિનિયર વિભાગમાં અમિત રાઠોડ અને બહેનોમાં ભૂત ભૂમિકા પ્રથમ

જુનિયરમાં ભાઈઓમાં પરમાર લાલા અને બહેનોમાં કથુરિયા શાયરા પ્રથમ સ્થાને :સ્પર્ધામાં 1303 સ્પધૅકોનું રજીસ્ટ્રેશન :323 સ્પર્ધકો ગેરહાજર

જૂનાગઢ :આજે સવારે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી  જેમાં ગુજરાતના 20 જિલ્લાઓનાં 1303 સ્પધૅકોનું રજીસ્ટ્રેશન થયું હતું જેમાંથી 323 સ્પર્ધકો ગેરહાજર રહ્યા હતા. ગીરનાર આરોહ અવરોહ સ્પર્ધા યોજાઇ જેમાં સિનિયર ભાઇઓ, બહેનો, તેમજ જૂનિયર ભાઇઓ અને મહિલાઓની કેટેગરીમાં આ સ્પર્ધા યોજાઇ છે.

   ભાઇઓ માટે 5 હજાર પગથીયા અંબાજી સુધી. જ્યારે બહેનો માટે 2200 પગથીયાનું આરોહ અવરોહણ કરવાનું હોય છે. જેમાં આ વર્ષે સિનિયર ભાઈઓમાં રાઠોડ અમિત ધીરુભાઈ પ્રથમ આવ્યા હતા. બીજા નંબર પર ભાલીયા મોહન નારુભાઈ અને ત્રીજા નંબર પર સોલંકી જયેશ કાળુભાઈ વિજેતા બન્યા હતા.

  જુનિયર ભાઈઓમાં પરમાર લાલા ચીમનભાઈ, રાઠોડ મનીષ કાંતિભાઈ બીજા નંબરે અને ત્રીજો નંબરે નિષાદ લલિતકુમારનો આવ્યો હતો

   સિનિયર બહેનોમાં ભૂત ભૂમિકા દુર્લભજીભાઈ પ્રથમ નંબરે, બીજા નંબરે પાનેલીયા પૂજા અને ત્રીજો નંબર પર વાળા મીના પ્રવીણભાઈનો આવ્યો હતો.

  જુનિયર બહેનોમાં કથુરીયા શાયરા, પ્રથમ નંબરે વાજા જાગૃતિ બીજા ક્રમાંકે, જ્યારે સાન્ડીલ લક્ષીતાનો ત્રીજો નંબર આવ્યો હતો.

(11:08 pm IST)