સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 13th January 2019

કલ્યાણપુરના ગામોમાં કુંજ બચાવો અભિયાન

 આ વર્ષે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અપુરતો વરસાદ થવાથી મગફળીનો પાક લગભગ નિષ્ફળ રહ્યો છે જેના માઠા પરિણામ દેશ વિદેશથી આવતા કુંજ પક્ષી પર પડ્યાછે. મગફળીના ખોરાક પર આધારીત આ પક્ષી મગફળીના ખેતરોમાં મગફળીના પાકના ઉતારા પછી ખેતરમાં પડી રહેતા મગફળીના નાના-નાના દાણા ચણવા હિમાલયની ૨૦ હજારફુટની ઉચાઇથી પ્રવાસ ખેડી અહી આવતા હોય છે. ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના ગામોમાં ઠેર-ઠેર કુંજના ટોળા ખેતરોમાં ચરતા જોવા મળતા હોય છે. આ વર્ષના આ દુષ્કાળ જેવા સમયમાં કુંજને ખોરાકનો અભાવ જણાતો હોય વર્ષો થી મોર ઉછેર અને મોર બચાવવાની કામગીરી કરતા કેનેડીના નારણભાઇ કરંગીયા અને રણજીતપરના મારખીભાઇ એ મુંબઇના સદગૃહસ્થ સુંદરજીભાઇ શાહના સહયોગથી ડીસે.ના પ્રથમ દિવસથી દરરોજની ર કીલો જુવાર નાખવાથી શરૂ થયેલ આ અભિયાન હાલ દરરોજ ૫૦ કીલો જેટલી જુવાર કુંજને આપી ખોરાક માટે આમ થી તેમ ભટકી અને ખોરાકના અભાવે મરી જતા બચાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરીને નારણભાઇની દેખરેખ અને મારખીભાઇની મહેનત આ વર્ષે આશરે ૨૦ હજારથી વધુ કુંજને ખોરાક અને સુરક્ષા બક્ષી રહ્યા છે.

(12:02 pm IST)