મોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીના ગુન્હામાં ત્રણ આરોપીને ઝડપ્યા:મકનસર નજીકથી ચોરેલું બાઈક જપ્ત
મોરબી તાલુકા ઓપ્લીસ મથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ઝડપી લઈને ચોરીનું બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એન જે રાણાની ટીમના મહિપતસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા, હિતેશભાઈ ચાવડા, અશોકભાઈ ખાંભરા, અમિતભાઈ વાસદડિયા, ઉજવળદાન ગઢવી અને શક્તિસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહ મળેલી બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે રફાળેશ્વર ચોકડી નજીક આરોપી મુકેશ ઉર્ફે મુકો ચંદુભાઈ કોળી (ઉ.વ.૨૫) રહે હાલ મોરબી વાંકાનેર હાઈવે, સીન્ધાભાઈ ઉર્ફે સંજય લાભુભાઈ કોપણીયા કોળી (ઉ.વ.૨૫) રંગપર અને દીપક લાભુભાઈ કોળી (ઉ.વ.૨૪) રહે હાલ પાનેલી રોડ એમ ત્રણને ઝડપી લઈને નંબર પ્લેટ વગરનું બાઈક કબજે લઈને પૂછપરછ કરતા તેમજ પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી તપાસ કરતા આરોપીઓએ બાઈક સાતેક દિવસ પૂર્વે મકનસર ગામ નજીકથી ચોરી કરી હોવાનું ખુલતા બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે