સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

કાલે દાન-પૂણ્યનું પર્વ 'મકરસંક્રાંતિ' : સહાયની સરવાણી વહાવવા વિવિધ સંસ્થાઓનો અનુરોધ

રાજકોટ તા.૧૩ : દાન કરી પૂણ્ય કમાવવાના પર્વ તરીકે ઓળખાતો તહેવાર એટલે મકરસંક્રાંતિ. આ પાવન દિવસે દાનનું ખુબ મહત્વ છે. પર્વ નિમિતે અબોલ જીવો, જરૂરીયાત મંદો, દિવ્યાંગોને દાન આપવા વિવિધ સંસ્થા મંડળો દ્વારા અનુરોધ કરાયો છે. જેની સંકલિત યાદી નીચે મુજબ છે.

ગીતા વિદ્યાલય ટ્રસ્ટ

દાન પર્વ તરીકે ઉજવાતુ મકરસંક્રાંતિ નિમિતે અનેક ધાર્મિક-સમાજીક સેવાકીય પ્રવૃતિ કરી સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટને આર્થિક સહયોગ-દાન આપવા દાતાઓ-શ્રેષ્ઠીઓને ટ્રસ્ટના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાએ અનુરોધ કરેલ છે. આ સંસ્થાને મળતુ દાન આવકવેરામાંથી મુકિતને પાત્ર છે.

કિશાન ગૌ શાળા

અંધ, અપંગ બિમાર નીરાધાર બિનવારસી ગૌ માતાને નિભાવનાર સંસ્થા કિશાન ગૌ શાળા દ્વારા મકરસંક્રાંતિ નિમિતે શહેરના અલગ અલગ વિસ્તારમાં દાન સ્વીકારવા માટે મંડપ નાખવામાં આવેલ છે. સર્વે ગૌ પ્રેમીઓને ગૌ માતાના નીભાવ ખર્ચે માટે દાન આપવા અનુરોધ કરેલ છે.

ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ

ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૪ અને ૧૫ના રોજ બે દિવસ જંકશન મેઇન રોડ, આંબલિયા હનુમાન પાસે, રાજકોટ ખાતે એનીમલ હેલ્પલાઇનની મદદથી પતંગના દોરાથી ઘાયલ થયેલ પક્ષીની સારવાર અંગે મેગા કેમ્પનું આયોજન કરેલ છે. મો.૮૧૨૮૪ ૦૮૪૦૮, ૮૧૬૦૦ ૯૮૦૬૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.

આ કાર્યને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ અભય નાંઢા, ઉપપ્રમુખ રઘુવીરસિંહ ગોહિલ, અનિલભાઇ જીંદાણી, હિતેષભાઇ જીદાણી, રાજુભાઇ વસદાણી, હેમુભાઇ પરમાર, મીતાબેન ધામેચા, મોહનભાઇ ન્યાલચંદાણી, કૈલાશ આહુજા, ક્રિપાલસિંહ ગોહિલ, વિરભદ્રસિંહ પરમાર, મયુરીબેન ધામેચા, યુસુફ જુણાય, ઇમરાન અજમેરી, સંદિપ ખેમાણી, નૈમીષ બગથરીયા, નરેશ જામનાણી, હરેશ બુધરાણી, અમર આહુજા, નરેશ ગ્યાલાણી, કમલેશ ભગનાણી, જયદીપ પોપટ, સચીન કોટક, સંદિપસિંહ પરમાર, સચિન કોટક, હરેશભાઇ બોરીયા, પરાગ પોપટ, અમીષ દક્ષીણી, પરમાનંદભાઇ ગ્યાલાણી, તુષાર ધામેલીયા, ચેતન અગ્રાવત મનોજલાલ, હનીફ કટારીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

માં ગૌરી ગૌશાળા ટ્રસ્ટ

મકરસંક્રાંતિ પર્વે માં ગૌરી ગૌશાળા ટ્રસ્ટ પાંજરાપોળમાં અબોલ જીવોને દાન આપવા અનુરોધ કરેલ છે. મા ગૌરી ગૌશાળા, ઢેબર રોડ, ઢેબર કોલોની સામે રેલવે ફાટક પાસે ઓફીસ કાર્યરત છે. આ ટ્રસ્ટને મળતું દાન ૮૦જી હેઠળ કરમુકત છે. દાન આપવા માટે કાળુભાઇ માંડવીયાના મો.૯૮૭૯૧ ૬૨૪૨૩, ઘનશ્યામભાઇ ઠક્કર મો.૯૮૭૯૧ ૨૫૭૨૫, મીલન મીઠલાણી મો.૯૩૭૪૧ ૦૩૫૧૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

મકરસંક્રાંતિની શુભકામના પાઠવતા મનીષાબા વાળા

મકરસંક્રાંતિની શહેરીજનો શુભકામના પાઠવતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મનીષાબા વાળાએ જણાવેલ કે શહેરીજનો બાળકોની કાળજી રાખી આ તહેવાર આનંદ, હર્ષોલ્લાસ સાથે ઉજવે તથા ખાસ કરીને નાના બાળકો પતંગ માટે આમ તેમ દોડા દોડી ન કરે તથા કોઇ અઘટિત ઘટના ન ઘટે તે માટે પુરેપુરી સાવચેરી રાખવા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. તેમજ ઇલેકટ્રીક લાઇન સાથે દોરાનો સ્પર્શ થવાથી શોર્ટ સર્કીટના બનાવો ન બને તે માટે કાળજી રાખવા જણાવેલ.

આર્યસમાજ

મકરસંક્રાંતિ દિવસે આર્યસમાજ માયાણીનગરમાં સાંજે ૫ થી ૭ દરમ્યાન સાપ્તાહિક સત્સંગ તેમજ યજ્ઞ-ભજન અને પ્રવચન તેમજ મકરસંક્રાંતિ નિમિતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમ દરમ્યાન યજ્ઞ કરવામાં આવશે. તેમજ આર્યસમાજના પુરોહિત મકરસંક્રાંતિ વિશે તેના મહત્વ બાબતે પ્રવચન આપશે. સર્વે ધર્મપ્રેમી ભાઇઓ, બહેનોને લાભ લેવા પધારવા અનુરોધ કરેલ છે.(૨૩.૫)

(1:05 pm IST)