સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

ઇવનગર, અંબાળા અને ધંધુસર ગામમાંથી ર૬ જુગાર ઝડપાયા

રોકડ અને વાહનો સહિત રૂ. ર.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે

જુનાગઢ, તા. ૧૩ : ઇવનગર, અંબાળા અને ધંધુસર ગામમાંથી પોલીસે ર૬ જુગારીને રૂ. ર.૦૮ લાખના મુદામાલ સાથે પકડી પાડયા હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢના ઇવનગર ગામે પોલીસે દરોડો પાડીને ૬ શખ્સોને જાહેરમાં રૂ. ૧૭ હજાર સાથે જુગાર રમતા પકડી પાડયા હતાં.

તેમજ મેંદરડા તાલુકાના અંબાળા ગામમાંથી પોલીસે ૧૪ જણાને રૂ. ૭૭૦૧૦ના મુદામાલ સાથે જુગટુ ખેલતા ઝડપી લીધા હતાં.

જયારે વંથલીના ધંધુસર ગામે પોલીસે દરોડો પાડીને ૬ શખ્સોને જાહેરમાં રૂ. ૧ર હજારની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ કુલ રૂ. ૧.ર૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. (૮.૧૦)

(12:09 pm IST)