સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

જસદણમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે બહેનોનો ખેલ મહોત્સવ યોજાયો

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે જસદણમાં આદર્શ ગૃપ દ્વારા ભગિની નિવેદિતાનો ૧પ૦મી જન્મ જયંતિ નિમિતે બહેનો માટે ખેલ મહોત્સવ યોજાયેલ તે પ્રસંગની તસ્વીરમાં ઉપસ્થિત આગેવાનો તથા બીજી તસ્વીરમાં સાયકલ સ્પર્ધામાં યોજાયેલ બહેનો નજરે પડે છે.

જસદણ તા. ૧૩: સ્વામી વિવેકાનંદ જયંતીના પાવન અવસર પર આદર્શ ગૃપ જસદણ દ્વારા ભગિની નિવેદિતાનો ૧પ૦મી જન્મ જયંતીના ઉપક્રમે બહેનો માટે ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ.

જેમાં ખો-ખો દોડ અને સ્લો સાયકલીંગ જેવી રમતોમાં જસદણ શહેરની વિવિધ શાળામાંથી ધો. ૯ થી ૧ર ની વિદ્યાર્થીની બહેનોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ખેલ મહોત્સવને સફળ બનાવેલ હતો.

વિવિધ રમતોમાં રાજય અને નેશનલ કક્ષાએ સિધ્ધિઓ મેળવનાર સિનિયર સિટીઝન એવા લાલભાઇ સરધારાએ સમગ્ર ખેલ મહોત્સવ દરમ્યાન હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ હતો.

જસદણ નગર પાલીકાના પ્રમુખ રમાબેન મકવાણા એ ભાગ લેનાર દરેક ખેલાડીને પ્રોત્સાહીત કરેલ. મોક્ષધામ સમિતિના સભ્યો તેમજ માન સેવા સમિતિના શ્રી સંજયભાઇ વિરોજા ખેલ મહોત્સવમાં ઉપસ્થિત રહેલ હતા.

ખેલ મહોત્સવમાં વિજેતા ખેલાડીઓને આદર્શ ગૃપ દ્વારા મેડલ અને ટ્રોફીથી એનાયત કરવામાં આવેલ હતી.

(12:05 pm IST)