News of Saturday, 13th January 2018
ભાવનગરમાં યુવાને અડપલા કરીને ધમકી આપી
ભાવનગર તા. ૧૩ :.. ઘોઘા રોડ બળંવતરાય સોસાયટીમાં રહેતા ઉગાભાઇ કાળુભાઇ દેસાઇ નામના યુવાને તેની પાડોશમાં રહેતી ૧૯ વર્ષની યુવતી ઉપર નિર્લજ્જ હૂમલો કરી શારીરિક અડપલા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે યુવતીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:03 pm IST)