સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th December 2019

કુવાડવા પોલીસે ૨.૧૧ લાખના દારૂ સાથે લોઠડાના મયુર-હરેશને દબોચ્યાઃ ચોટીલાના કૃણાલ ગોસ્વામીનું નામ ખુલ્યું

થર્ટી ફર્સ્ટ અંતર્ગત કમાઇ લેવા બૂટલેગરો મેદાનમાં, પોલીસ ઝડપી લેવા મક્કમ : યુટીલીટીમાં ૪૪ પેટી ભરીને નીકળતાં ફાળદંગ-ખરેડીના રસ્તેથી ઝપટે ચડી ગયા

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે ૨૯ લાખનો દારૂ ભરેલા ટ્રક સાને બે રાજસ્થાની શખ્સને પકડ્યા બાદ કુવાડવા પોલીસે ફાળદંગ બેટીથી ખરેડી જવાના રસ્તા પરથી રૂ. ૨,૧૧,૨૦૦નો ૪૪ પેટી દારૂ ભરેલી બોલેરો જીજે૦૩બીટી-૮૯૬૩ સાથે નીકળેલા લોઠડા ગામના બે શખ્સો મયુર પરબતભાઇ બારૈયા (ઉ.૧૯) અને હરેશ જેરામભાઇ મેણીયા (ઉ.૨૧)ને પકડી લઇ કુલ રૂ. ૬,૩૧,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલે આપેલી સુચના અંતર્ગત કુવાડવાના પી.આઇ. એમ.આર. પરમાર, હેડકોન્સ. બુટાભાઇ ભરવાડ, કોન્સ. અજીતભાઇ લોખીલ, કોન્સ. મનિષભાઇ ચાવડા, દેવેન્દ્રસિંહ જાડેજા, રઘુવીરભાઇ ઇશરાણી, મહેન્દ્રભાઇ ગોવાણી, દિપકભાઇ થરેચા, મહેશ થુલેટીયા, અનિલ મકવાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મહેન્દ્રભાઇ અને રઘુવીરભાઇને મળેલી બાતમી પરથી આ દારૂ ઝડપી લેવાયો હતો. બંનેએ પ્રાથમિક પુછતાછમાં પોતે ચોટીલાના કૃણાલ ગોસ્વામી પાસેથી આ દારૂ ભરી લાવ્યાનું કહેતાં પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે અને ઝડપાયેલા બંને સાચુ બોલે છે કે કેમ? તે જાણવાનું બાકી હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(11:55 am IST)