સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th December 2019

સૈનિક સ્કુલ બાલાચડીમાં ૫૮મી વાર્ષિક એથ્લેટીક મીટ યોજાઇઃ વિજેતા સ્પર્ધકોને ઇનામોથી નવાજ્યા

જામનગર, તા.૧૨: તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૫૮ માં વાર્ષિક એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની ઉજવણી શિસ્તબદ્ઘ અને પરંપરાગત રીતે સ્કૂલના એથ્લેટિક મેદાનમાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના સમાપન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બ્રિગેડીયર આર.કે. મગોત્રા ડેપ્યુટી ડાયરેકટર જનરલ, એન.સી.સી. ડાયરેકટરેટ ગુજરાત,દાદરા અને નગર હવેલી, દિવ અને દમણ હાજર રહ્યાં હતા. સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપલ ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે મુખ્ય અતિથિશ્રીનું સ્વાગત કર્યું હતું તથા પફીએ સ્કૂલ કેપ અર્પણ કરી હતી. ત્યારબાદ સ્કૂલ કેપ્ટન શુભમ મયંક સિંહએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિશ્રીએ વિજેતાઓને ઈનામ અને મેડલ આપી સન્માનિત કર્યા હતા. તેમાં સિનીયર અને જુનીયર ચેમ્પિયન ટ્રોફી અનુક્રમે આંગ્રે સદન અને નેહરૂ સદનને એનાયત કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં શિવાજી સદનના કેડેટ ભૂપેન્દ્રને સિનીયર અને આંગ્રે સદનના શિવમ રાજ ને જુનીયર કેટેગરીની બેસ્ટ એથ્લેટ ટ્રોફી આપવામાં આવી હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ વોલીબોલ અને બાસ્કેટબોલ ખેલાડીને આપવામાં આવતી રામારાવ સ્મારક ટ્રોફી ટાગોર સદનના કેડેટ પ્રિન્સરાજને શ્રેષ્ઠ વોલીબોલ ખેલાડી માટે અને શિવાજી સદનના કેડેટ ભૂપેન્દ્રને શ્રેષ્ઠ બાસ્કેટબોલના ખેલાડી માટે આપવામાં આવી હતી. આ એથ્લેટીક મીટના સમાપનની રંગારંગ ઉજવણી પ્રસંગે ૮ મરાઠા લાઈટ ઈન્ફેન્ટ્રી,જામનગરની દ્યુન સાથે માર્ચ પાસ્ટ, એરોબિકસ, સાડી ડ્રિલ, ટેબ્લ્યુ અને ધોડા દોડ જેવા કાર્યક્રમોનું વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓને સ્થાનિક 'પફર'માછલીના ગુણથી અવગત કરાવવા માટે પહેલીવાર 'પફી'મસ્કેટનો પણ આ કાર્યક્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનું આનાવરણ સ્કૂલની પ્રથમ મહિલા શ્રીમતિ સોનિયા સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અવસરે મુખ્ય મહેમાનશ્રીએ એથ્લેટિક મીટ દરમિયાન સ્પર્ધાત્મક અને ખેલદિલીની ભાવનાનું પ્રદર્શન કરનાર તમામ વિજેતાઓ અને સહભાગી ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે વિદ્યાર્થીને કહ્યું કે જગતમાં ધ્યેય પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા એ સૌથી મજબુત શકિત છે, જેનાથી વિદ્યાર્થી જે ચાહે તે પ્રાપ્ત કરી શકે છે. તેમણે એ પણ કહ્યું કે ખેલએ આપણને દ્યણા કૌશલ્ય શિખવે છે - જેવા કે કેવી રીતે પ્રયાસ કરવો, કઠીન પરિશ્રમ કરવો જોઈએ અને ખેલદિલીની ભાવના વિકસિત કરવાનું શિખવે છે. તેમણે વિદ્યાર્થીઓને સૈનિક સ્કૂલ દ્વારા પુરી પાડવામાં આવેલી સુવિધાનો મહત્ત્।મ ઉપયોગ કરવા પણ વિનંતી કરી હતી. અંતમાં સ્કૂલ સ્પોર્ટ કેપ્ટન રોહન સિંહે સૌનો આભાર માન્યો હતો અને કાર્યક્રમ સમાપન થયો હતો.

(11:47 am IST)