સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th December 2019

સરધારમાં ટોરસ ટ્રક અને આઇશર અથડાયાઃ એકને ઇજાઃ થોડીવાર ટ્રાફિક જામ

રાજકોટઃ સરધારમાં સવારના પ્હોરમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટોરસ ટ્રક નં. જીજે૧૨એટી-૯૨૯૮ અને આઇશર નં. જીજે૦૩એઝેડ-૬૨૯૩ વચ્ચે અકસ્માત સર્જાતા ટોરસના ટાયર નીકળી ગયા હતાં. જ્યારે આઇશર આડુ પડી ગયું હતું. અકસ્માતને કારણે સવારે થોડો સમય માટે ટ્રાફિક જામ થઇ જતાં માર્ગ વન-વે કરવો પડ્યો હતો. અકસ્માતમાં એક વ્યકિતને ઇજા થઇ હતી. જેણે સરધાર ખાનગી કલીનીકમાં સારવાર લીધી હતી. તસ્વીરો સરધારથી સાગર જોષીએ મોકલી હતી.

(11:31 am IST)