સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th December 2018

લખતર પાસે અકસ્માત ૩ને ઇજા

લખતર : તાલુકાના મોઢવાના ગામના મહુલભાઇ વિક્રમભાઇ સીતાપરા તેમના પત્ની દક્ષાબેન મેહુલભાઇ સીતાપરા અને તેમનો બાબો અમદાવાદના ચાણકયપુરીથી તેમના ગામ મોઢવા ગામે આવતી કાલે માતાજીનો માંડવો હોય આવી રહ્યા હતા. ત્યારે લખતર ગામ પાસે ધડમોચી જવાના રસ્તા પાસે ડમ્પર નં.GJ.13.AT 9952 ના ડઇવરે તેમના બાઇક સાથે ભટકાડતા બન્ને દંપતી અને બાળક ફગોળાઇ જતાં મેહુલભાઇ વિક્રમભાઇ સીતાપરા ઉ.૨૨, તેમના પત્ની દક્ષાબેન મેહુલભાઇ ઉ.૨૨ ઘાયલ થયા હતા. જયારે નાનો બાળક હિમાંશુ વિક્રમભાઇ સીતાપરા ઉ.૩ નો આબાદ બચાવ થયો હતો. ત્યારે તેમને લખતર સી.એચ.સી. ના ડોકટર હાર્દિક ઉપાધ્યાય દ્વારા સારવાર આપી વધુ સારવારની જરૂર હોય ૧૦૮ માં સુરેન્દ્રનગર રીફર કરેલ છે.

(5:59 pm IST)