સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th November 2021

સોમવારે શ્રી દ્વારકાધીશ મંદિરમાં તુલસી વિવાહ

ભાવિકો નિત્યક્રમ મુજબ દર્શનનો લાભ લઇ શકશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧ર :.. શ્રી દ્વારકાધીશ મંદિરમાં 'તુલસી વિવાહ' ની ઉજવણી કરવામાં આવશે.

આગામી તા. ૧પ ને સોમવારે, માહે કારતક સુદ ૧૧ (એકાદશી)ના રોજ 'તુલસી વિવાહ' ઉત્સવ હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો નિત્યક્રમ રહેશે તો સર્વે દર્શનાર્થીઓએ કોવિડ-૧૯ ના સરકારશ્રીના નિયમોનુસાર દર્શનનો લાભ લેવા જણાવાયું છે.

જેમાં તા. ૧પ સોમવારે 'તુલસી વિવાહ ઉત્સવ' અંતર્ગત સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ ૧-૦૦ અનોસર (મંદિર બંધ) બપોરે ૧ થી સાંજે પ મંદિર બંધ. સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.

જયારે તુલસી વિવાહ ઉત્સવ સાંજે પ વાગ્યાથી ૯-૪પ સુધી યોજાશે. તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને પ્રાંત અધિકારી દ્વારકાની યાદીમાં જણાવ્યું છે.

(3:01 pm IST)