સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th November 2021

જામનગરમાં પૂ. જલારામ બાપા જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

 પૂજ્ય સંત શ્રી જલારામ બાપાને ૨૨૨ મી જન્મ જયંતી નિમિત્તે નેપાલી ચેક કરવું પડે જામનગર શહેરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા મસ્તાન ભોજન ગાયોને લીલુ લાડુ તેમજ શહેરના જુદા જુદા ૩૭ સ્થળોએ પ્રસાદ સ્ટોલ રાખવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રફુલ યુવક મંડળ સંચાલિત સાધનાકોલોની જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે સર્વપ્રથમ સવારના ૧૧.૦૦ કલાકે સૌપ્રથમ નુતન ધ્વજા જીનુ પૂજન કર્યા બાદ કાર્યકર્તા મિત્રો તેમજ ટ્રસ્ટી શ્રીઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં ગાયોને લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ બપોરના ૧૨.૩૦ વાગે શહેરમાં જુદાજુદા ૩૭ રાખવામાં આવ્યા હતા જેમાંથી એક સ્ટોલ જલારામ મંદિર સાધના કોલોની ખાતે રાખવામાં આવ્યું હતું તે પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરના ૩.૩૦ કલાકેશ્રી જલારામ બાપાનો ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ થયેલ સાત ફૂટ ના રોટલા ના દર્શન શહેરના લોકોને કરવા માટે શોભાયાત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રામાં આ રોટલો રાખવામાં આવ્યો હતો અને આ શોભાયાત્રાનું પ્રસ્થાન જલારામ મંદિર સાધનાકોલોની ખાતેથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફરી સાંજના જલારામ મંદિર હાપા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જેમાં શહેરના અને જ્ઞાતિના આગેવાનો રાષ્ટ્રીય હોદ્દેદારો સહિતના લોકોએ બાપાના આ રથમાં રખાયેલ શ્રી જલારામ બાપાની પ્રતિમા નું ફુલહાર તેમજ પુષ્પ વડે સ્વાગત કર્યું હતું ત્યારબાદ આશરે સાતથી આઠ હજાર લોકો માટે સાધના કોલોની જલારામ મંદિર ખાતે સર્વે જ્ઞાતિના જલારામ ભકત ભાઈઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.  (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:59 pm IST)