સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

જુનાગઢ પરિક્રમામાં લાલ સ્વામી આશ્રમ ખાતે અન્નક્ષેત્રમાં હજારો શ્રધ્ધાળુઓએ પ્રસાદ લીધો

હરીગીરીબાપુ સતત ખડેપગેઃ દેશ-વિદેશના યાત્રિકો ઉમટયા

જુનાગઢ તા. ૧ર :.. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે પરિક્રમાના પ્રવેશ દ્વાર સમા શ્રી લાલસ્વામી આશ્રમ ખાતે પરિક્રમા દરમ્યાન હજારો શ્રધ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો. આશ્રમના મહંત પુ. હરીગીરીબાપુએ જણાવ્યું હતું કે છેલ્લા ૪ દાયકા થી લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીમાં અમો સતત પાંચ દિવસ અવિતરત અન્નક્ષેત્ર શરૂ કરીએ છીએ જેમાં ભાવિકોને ગુંદી ગાંઠીયા, મોહનથાળ, બાજરાનો રોટલો રીંગાણાનો ઓળો, દાળ-ભાત-કઢી-ખીચડી ભાવથી પિરસાય છે અને આ અન્ન ક્ષેત્રમાં દેશ-વિદેશના ભાવિકો એક પંગતમાં બેસી પ્રસાદ લે છે આ વખતે પણ પરિક્રમાનો વિધીત્વ પ્રારંભ થાય તેના બે દિવસ અગાઉ અન્નક્ષેત્ર શરૂ કરાયુ હતું. જેમાં અસંખ્ય શ્રધ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો. અને પૂ. હરીગીરીબાપુના માર્ગદર્શન હેઠળ પ્રવિણગીરીબાપુ સહિતના જહેમત ઉઠાવી હતી.

(1:55 pm IST)