સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

વહેલી સવારે-રાત્રીનાં ઠંડક સાથે આખો દિ' મિશ્ર હવામાન

નલીયામાં લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રીઃ રાજકોટ ર૦.૭ ડિગ્રીઃ ભેજના પ્રમાણમાં વધારો

રાજકોટ તા.૧ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક સાથે શિયાળા જેવા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે.

આજે સતત બીજા દિવસે કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રી નોંધાયુ છે જયારે રાજકોટનું લઘુતમ તાપમાન ર૦.૦ ડિગ્રી છે.

કચ્છના સરહદી નલિયાનું સવારનું તાપમાન સોમવારે ૧૬.૮ ડિગ્રી જેટલું નીચું ઉતરી ગયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના આ સહિત ચાર શહેરોનું ન્યુનત્તમ તાપમાન ર૦ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું.અલબત્ત, શિયાળો બેસી ગયા જેવી ઠંડી તો હજુ શરૂ નથી થઇ પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં જાણે ત્રિરંગી ઋતુ ચાલી રહી છ.ે

રાજકોટમાં રાતે ૯ વાગ્યાથી જ ગુલાબી ઠંડી અને મધરાતે તો રીતસર ઠંડીનો ચમકારો જ અનુભવાય છે. એરકન્ડિશન જ નહીં, પંખા પણ બંધ કરી દેવા પડે છે. પરોઢિયે ઝાંકળવર્ષા થાય છે અને વાતાવરણ ભેજવાળું બની જાય છે.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છ.ે

આવી રીતે આખો દિવસ મિશ્ર ઋતુનો અહેસાસ થાય છે.

(1:54 pm IST)