સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

આરઝી હકુમતના સરસેનાપતિ તેમનીજ કર્મભૂમિ કેશોદમાં ભુલાય ગયા

કેશોદ,તા.૧૨: આરઝી હકુમતના સરશેનાપતિ સ્વ.સ્તુભાઈ અદાણીની કર્મભૂમિ સ્થાનિક કેશોદથી પ કિ.મી.દૂર ૧૭૯ વિદ્યામાં આવેલ અક્ષયગઢ સંસ્થામાં જ ભુલાય ગયા છે. આ શરમજનક કિસ્સાએ સામાન્ય જનતામાં ઠીક ઠીક ચર્ચાસ્પદ બન્યો છે.

દેશ આઝાદ થયો ત્યારે હેદરાબાદ અને જૂનાગઢ સ્ટેટને ભારતમાં નહિ પરંતુ પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત થઈ હતી. આ જાહેરાત સાથે લાગેવળગે છે ત્યાં સુધી જૂનાગઢ સ્ટેટમાં ભારે વિરોધ  થયો હતો,અને તેના ભાગ રૂપે નવાબની સામે લડત આપવા માટે શામળદાસ ગાંધીની આગેવાની નીચે આરઝી હકુમતની રચના કરવામાં આવી હતી અને તેના સરસેનાપતિ તરીકે સ્વ.રતુભાઈ અદાણી હતાં. એ લડતના પરિણામ રૂપ જૂનાગઢનો છેલ્લો નવાબ મહોબતખાન ત્રીજાએ પોતાના અંગત તબીબ સાથે પાકિસ્તાન ભાગગુ પડેલું અને અન્ય રજવાડઓનીં સાથે પંદર ઓગષ્ટ નહિ, પરતુ નવ નવેમ્બરે જૂનાગઢ આઝાદ થયુ હતું.

દેશના ઈતિહાસમાં આ અભુતપૂર્વ સિધ્ધિ મેળવ્યા પછી સ્વ.રતુભાઈ અદાણીએ અહીથી પ કી.મી.દૂર ૧૭૯ વિદ્યા જમીનને પોતાની કર્મ ભૂમિ બનાવી હતી. અને આ જગ્યા ઉપર ૨૫૦ દર્દીઓને એક સાથે સારવાર આપી શકાય તેવી ટી.બી.હોસ્પીટલ ઉભી કરી તેને અક્ષયગઢ એવું નામ આપ્યુ હતું અને તેમાં (૧) સ્વ.દિવ્યકાંતભાઈ નાણાવટી, (ર)વેરાવળના સ્વ .બાબુભાઈ તાવડાવાળા સહીત વિવિધ આગેવાનોએ પાયાના પથ્થર તરીકેની નોંધપાત્ર કામગીરી કરી હતી.

તાજેતરમાં નવ નવેમ્બરે જૂનાગઢ જિલ્લાના અલગ અલગ કેન્દ્રમાં આઝાદ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને જે તે સમયની આઝાદની લડતને નવી પેટી માટે યાદ કરવામાં આવી હતી.પરંતુ આરઝી હકુમતના સરસેનાર્પતિની અને જે સંસ્થામાં જીવનના અંતિમ શ્વાસ લીધા છે તે અક્ષયગઢ સંસ્થાના સંચાલકો જ સ્વ.રતુભાઈ અદાણીને અત્યારે ભુલી ગયા છે,આ સંસ્થામાં આવો કોઈ કાર્યકમ યોજવામાં આવ્યો ન હતો.

આવો કોઈ કાર્યક્રમ નહી થતા જાણે કે આ સંસ્થા સ્વ.રતુભાઈ અદાણી, સ્વ.દિવ્યકાંતભાઈ નાણાંવટી, બાબુભાઈ તાવડાવાળા વિગેરે ચુસ્ત ગાંધી વાદી અને રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલા કાર્યકરો ભુલાઈ જ ગયા છે. અથવા તેમનું કાર્ય અને નામ ભુસી નાંખવાની ધીમી ગતિએ પ્રવૃતિ શરૂ થયેલી છે. આ પ્રશ્ને જાણકાર વર્ગમાં ઠીક ઠીક ચર્ચા જાગી છે.

(1:54 pm IST)