સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

અમરેલીના ડબલ મર્ડરના પાંચ આરોપી ગણતરીની કલાકોમાં ઝબ્બે

અમેરલી,તા.૧૨: અમરેલી નગરપાલિકા તથા અમરેલી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અમરેલી શહેરમાં રોડ ઉપર રખડતા ગાયો, ભેંસો જેવા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, આ ઝુંબેશમાં ફરિયાદી ભાવેશભાઇ વશરામભાઇ ત્રાડ, ઉં.વ.૨૩, રહ, જીવાપરા, સોમનાથ મંદિર તથા ગોવિંદભાઇ રામભાઇ ત્રાડ તથા કરશનભાઇ નનુભાઇ મકવાણા વિ. જોડાયા હતા અને તેઓએ રખડતા ઢોર પકડવાની કામગીરી કરેલ હતી.

આ વાતનું મનદુઃખ રાખી, પાંચાભાઇ ઉર્ફે પાંચુભાઇ ભીખુભાઇ રાતડીયા, તેમના ભરવાડ સમાજના વોટ્સએપ ગૃપમાં વોઇસ મેસેજથી ગાળો આપેલ હોય, જેથી ભરવાડ સમાજમાં માલ-ઢોર રખડતા નહીં મુકી દેવા અને આવા રખડતા માલ-ઢોરથી ગંભીર અકસ્માતો સર્જાતા હોય, તે અંગે સમાજમાં જાગૃતિ આવે અને રખડતા માલ-ઢોરને પાંજરાપોળમાં મોકલવા સહકાર આપવા માટે તા.૧૦/૧૧/૨૦૧૯ ની રાત્રે અમરેલી જીવાપરામાં મચ્છુમાંની વાડીએ એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

જે મીટીંગમાં ફરિયાદી તથા આરોપી પક્ષના માણસો ભેગા થયેલ ત્યારે આરોપીઓએ એકસંપ કરી, સમાન ઇરાદે લાકડીઓ, લોખંડના પાઇપ, છરીઓ વિ. હથિયારો વડે ફરિયાદી તથા સાહેદો પર જીવલેણ હુમલો કરી, ભાવેશભાઇ વશરામભાઇ ત્રાડને માથામાં લોખંડનો પાઇપ મારી જીવલેણ ઇજા કરી તથા કરશનભાઇ નનુભાઇ ત્રાડ (મકવાણા)ને પડખાના ભાગે છરીનો દ્યા મારી દેતાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મરણ પામેલ. અને ગોવિંદભાઇ રામભાઇ ત્રાડને છાતીમાં છરી મારી દેતાં મરણ પામેલ અને અન્ય સાહેદોને ઇજા કરેલ હોય, ભાવેશભાઇ વશરામભાઇ ત્રાડની ફરિયાદ પરથી સુરાભાઇ વાદ્યાભાઇ રાતડીયા, રહે.અમરેલી વિ. કુલ ૧૩ આરોપીઓ વિરૂધ્ધ અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૪/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી), ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ડબલ મર્ડરનો ગુન્હો રજી. થયેલ.

 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કોડ, અમરેલી શહેર તથા તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાના આરોપીઓને સત્વરે ઝડપી લેવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ગુન્હો બન્યાના ગણતરીનાં કલાકોમાં મુખ્ય પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે.

(૧) સુરા વાઘાભાઇ રાતડીયા (ર) રામકુ વાઘાભાઇ રાતડીયા (૩) કરશન વાઘાભાઇ રાતડીયા (૪) જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ ભગુભાઇ રાતડીયા (પ) ધર્મેન્દ્ર જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ રાતડીયા, રહે.તમામ અમરેલીને ઝડપી લીધા છે.

સદરહું જુથ અથડામણના બનાવમાં આરોપી હાજાભાઇ વાદ્યાભાઇ રાતડીયાને પણ ઇજા થયેલ હોય, તે હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રિઝનર વોર્ડમાં સારવાર હેઠળ છે. અને તેની ફરિયાદ પરથી મેપાભાઇ રામભાઇ જોગસ્વા, રહે. અમરેલી વિ. ૭ આરોપીઓ વિરૂધ્ધ અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૫/૨૦૧૯, દાખલ થયેલ છે.

(1:41 pm IST)